Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ધરમનગર-1 વિસ્તારના 13 મકાન ક્લસ્ટર કોરોન્ટાઈન કરાયા: શેરીઓમાં પતરા લગાવાની કામગીરી કરતું તંત્ર

રાજકોટ: શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ધરમનગર-૧માં  અમદાવાદથી આવેલ 60 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે.
આ વિસ્તારમાં કોરોના પોઝિટિવના પ્રથમ કેસ નોંધાતા તંત્ર ઊંધા માથે થવા પામ્યું છે. આજુબાજુ વિસ્તારમાં મેડિકલની ટીમો ઉતારી સઘન ચેકિંગ હાથ ધરાયું છે.મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ધરમનગર-1નાં ૧૩ જેટલા ઘરની ૭૩ વસ્તીઓને ક્લસ્ટર કોરોન્ટાઈન  કરવામાં  આવ્યા છે. આ વિસ્તારમાં પતરા લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.

(10:14 pm IST)