Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

જિલ્લા પંચાયતમાં ડે.ડી.ડી.ઓ. તરીકે ફરી રામદેવસિંહ ગોહિલ

નિવૃતિ પછી સરકારે કરાર આધારીત નિમણુંક કરી

રાજકોટ, તા., પઃ જિલ્લા પંચાયતમાં ડે.ડી.ડી.ઓ.ની ખાલી પડેલ ૩ જગ્યા પૈકી એક જગ્યા પર સરકારે નિવૃત ડે.ડી.ડી.ઓ. શ્રી રામદેવસિંહ ગોહિલની નિમણુંક કરી છે. સરકારે ૧ વર્ષ માટે તેમને કરાર આધારીત નિમણુંક આપી છે આ અંગેનો હુકમ ગઇકાલે પંચાયત વિભાગના નાયબ સચિવ (સેવા) વનરાજસિંહ પઢારીયાની સહીથી બહાર પાડવામાં આવ્યો છે. સરકાર દ્વારા નજીકના ભવિષ્યમાં બીજા ડે.ડી.ડી.ઓ.ની પણ નિમણુંક કરવામાં આવે તેવી સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છેકે શ્રી ગોહિલ રાજકોટ જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાં  ટી.ડી.ઓ. તરીકે ફરજ બજાવી ચુકયા છે.  ગઇ ૩૦ એપ્રિલે રાજકોટ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડી.ડી.ઓ. પદેથી વય મર્યાદાના કારણે નિવૃત થયા હતા. હવે સરકારે ફરી એક વર્ષ માટે તેમની નિમણુંક કરી છે.

(3:58 pm IST)