Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

બાંધકામ સમિતિ હેઠળના કામો પર માસ્ક સહિતની પૂર્વ સાવચેતી ફરજિયાત

પંચાયતમાં મગનભાઇ મેટાળિયાની અધ્યક્ષતામાં ૪૭૮ લાખના કામો મંજુર

રાજકોટ, તા., પઃ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠક આજે અધ્યક્ષ મગનભાઇ મેટાળિયાની અધ્યક્ષતામાં મળેલ જેમાં ૪૭૮ લાખના કામો મંજુર કરવામાં આવેલ. પંચાયત હસ્તકની બાંધકામ સાઇટ  પર માસ્ક સહીતની કોરોનાની પુર્વ સાવચેતી  સહીતના પગલા ભરવા ઠરાવ અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવ્યો હતો.

લોકડાઉન બાદ આજે પ્રથમ વખત મળેલ બાંધકામ સમિતિની બેઠકમાં ગ્રામ પંચાયતોની માંગણીના ટેન્ડરોના કામો તથા આંગણવાડી અને રોડની મરામતના કામો મંજુર કરવામાં આવેલ. સરકારની ગ્રાન્ટવાળા  જસદણ, વિંછીયા, જામકંડોરણા, પડધરી, રાજકોટ, ઉપલેટા વગેરેના ૪૭૮ લાખના કામો મંજુર કરવામાં આવેલ. પંચાયતના કેમ્પસ તથા ચેમ્બરમાં સફાઇ માટે ૧૧.૩૩ લાખનું કામ મંજુર કરવામાં આવ્યું હતું. મોટી રકમના મંજુર થયેલ કામો બહાલી માટે કારોબારીમાં જશે.હાલ કોરોનાની પરિસ્થિતિ હોવાથી પંચાયતની બાંધકામ સમીતી હેઠળ ચાલતા ૧પ જેટલા કામોમાં તેમજ નજીકના ભવિષ્યમાં શરૂ થનાર બાંધકામોના સ્થળે તમામ લોકો માટે માસ્ક, સેનેટાઇઝર, થર્મલ સ્કેનીંગ વગેરે કોન્ટ્રાકટરે રાખવાનું ફરજીયાત રહેશે.  આ નિયમનો ભંગ કરે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અધ્યક્ષે સુચના આપી હતી.

(3:57 pm IST)