Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

થોરાળામાં દેશી દારૂની ડ્રાઇવઃ ૩ ઝડપાયાઃ આથાનો નાશ

રાજકોટઃ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ એહમદની સુચનાથી થોરાળા વિસ્તારમાં દેશી દારૂ અંગેની ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં થોરાળા પોલીસ મથકના પીઆઇ જીએમ હડીયા, પીએસઆઇ પી.ડી.જાદવ, હેડ કોન્સ ભુપત વાસાણી, આનંદભાઇ પરમાર, વિજયભાઇ મેતા, નરસંગભાઇ ગઢવી, સહદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ તથા ભકિતનગર, આજીડેમ, કુવાડવા રોડ, એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસ સ્ટાફે કુબલીયાપરામાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સુનીલ કલાભાઇ સોલંકી, સંતો ચંદુભાઇ પરમાર, વસંત જનકભાઇ દેવીપૂજક (રહે. કુબલીયાપરા)ને રૂ.૭૪૦નો દેશી દારૂ કબ્જે કર્યો હતો અને વોકળાના કાંઠે અને અંદરના ભાગે દેશી દારૂ બનાવવાનો બીનવારસુ ૫૦૦ લીટર આથાનો નાશ કરવામાં આવ્યો હતો.

(3:13 pm IST)