Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

લતીપરના જીતેન્દ્રએ માનસિક બિમારીને લીધે ઝેર પીધું: રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૫: ધ્રોલના લતીપરમાં રહેતો જીતેન્દ્ર વલ્લભભાઇ વાઘેલા (કોળી) (ઉ.૨૮) ઝેરી દવા પી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો  છે. તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પોતે બકાલાનો ધંધો કરે છે. માનસિક બિમારીથી કંટાળી વાડીએ જઇ ઝેરી દવા પી લીધાનું તેના સગાએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધ્રોલ પોલીસને જાણ કરી હતી.

(11:29 am IST)