Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

માર્કેટયાર્ડમાં ગેરરીતિથી ભરતી ? બલુભાઈ નસિતનો ગંભીર આક્ષેપ

૧૯ જગ્યાઓ માટે અગાઉથી પસંદગી થઈ ગયાની શંકા

રાજકોટ, ૪ :. તાલુકાના સહકારી અગ્રણી બળવંતભાઈ (બલુભાઈ) મોહનભાઈ નસિતે રાજકોટ માર્કેટયાર્ડમાં નીતિનિયમ વિરૂદ્ધ ભરતી પ્રક્રિયા શરૂ થયાનો આક્ષેપ કર્યો છે.

તેમણે જણાવ્યુ છે કે તાજેતરમાં યાર્ડના શાસકોએ ખાનગી એજન્સી મારફત પટ્ટાવાળા, વોચમેન, સફાઈ કામદાર વગેરેની ૧૯ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરાવેલ. અંદરખાને શાસકોએ મીલીભગતથી ભરતીની પસંદગી કરી લીધાની શંકા છે. ૩૦ જેટલા સંભવિત નામોની યાદી તૈયાર થઈ ગઈ છે. તેમાથી પસંદગી થઈ શકે છે. દેખીતી ભરતી પ્રક્રિયા બેરોજગારોને આંખે પાટા બાંધવા માટે છે. આ અંગે યાર્ડના ચેરમેન ડી.કે. સખીયા અને તેના સાથીઓ સામેની ફરીયાદ ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે.

શ્રી નસિતે અખબારી નિવેદનના પ્રારંભે નીતિન ઢાંકેચાના ફાર્મમાં યોજાયેલ કથીત ભોજન પાર્ટીનો પણ ઉલ્લેખ કર્યો છે.

(4:08 pm IST)