Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

મવડી ચોકડીએ ગાંઠીયાના કારીગર સુરેશ પર અગાઉ જ્યાં કામ કરતો હતો એ હોટલના માલિકનો હુમલો

મારું કામ મુકીને બીજે કેમ આવી ગયો? કહી ભરત જળુ અને ત્રણ અજાણ્યાએ ધોલધપાટ કરીઃ ઘટના સીસીટીવીમાં કેદ

રાજકોટઃ રાત્રીના મવડી ચોકડીએ આવેલી ચા-ગાંઠીયાની હોટલે ગાંઠીયાના કારીગર કણકોટ ગામના સુરેશભાઇ જેન્તીભાઇ સોની (ઉ.૪૨) પર ગોંડલ રોડ ચોકડીએ હોટેલ ધરાવતાં ભરત જળુ અને તેની સાથેના ત્રણ શખ્સોએ હુમલો કરી ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ અંગે હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે તાલુકા પોલીસને જાણ કરી હતી. સુરેશભાઇને હોસ્પિટલે ખસેડનારા વ્યકિતએ જણાવ્યું હતું કે અગાઉ સુરેશભાઇ જ્યાં ગાંઠીયાના કારીગર તરીકે કામ કરતાં હતાં ત્યાં ટાઇમ અનુકુળ ન હોઇ તેની નોકરી મુકી દીધી હતી અને હવે મવડી ચોકડીની હોટલે કામે રહ્યા હતાં. આ બાબત અગાઉના શેઠ ભરતભાઇને ન ગમતાં બીજા શખ્સો સાથે આવી માથાકુટ કરી હતી અને ધમાલ મચાવી હતી. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. તસ્વીરમાં જ્યાં ડખ્ખો થયો તે હોટેલ અને સીસીટીવીના દ્રશ્યો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:34 pm IST)