Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા જસદણમાં પ્રબુધ્ધ સંમેલન સંપન્ન

રાજકોટઃ જીલ્લા ભાજપ દ્વારા જસદણ ખાતે આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલન ડો.ભરત કાનાબાર અને રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડી.કે.સખીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ જેમાં ડો.કાનાબારએ જણાવ્યું હતું કે, ગત ચાર વર્ષ દરમ્યાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સુકાન હેઠળ કેન્દ્રમાં ભાજપા-એનડીએ સરકાર દ્વારા લેવાયેલા અગત્યના કાર્યો, નિર્ણયો અંગે રસપ્રદ માહિતી સભર સમીક્ષા કરી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષશ્રી જશુમતીબેન કોરાટ તથા રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડી.કે.સખીયાએ સરકારની  શિધ્ધીઓ વર્ણવી હતી.

આ સંમેલનમાં જીલ્લા મહામંત્રીશ્રી ભાનુભાઇ મેતા, ભરતભાઇ બોઘરા ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા જીલ્લા ઉપપ્રમુખશ્રીઓ ભુપતભાઇ ડાભી, મનસુખભાઇ રામાણી, નીતિનભાઇ ઢાંકેચા, જીલ્લા મહિલા મોરચા પ્રમુખ રસીલાબેન સોજીત્રા, જીલ્લા અનુ.જાતિ પ્રમુખ ગોવિંદભાઇ રાઠોડ, જસદણ નગરપાલિકા પ્રમુખશ્રી જીગ્નેશભાઇ હીરપરા, જસદણ શહેર પ્રમુખ ધીરૂભાઇ ભાયાણી, જસદણ તાલુકા પ્રમુખ વલ્લભભાઇ રામાણી, વિછીયા તાલુકા પ્રમુખ નાથાભાઇ વાસાણી, જીલ્લાના હોદેદારો, જસદણ તાલુકા પ્રમુખ વલ્લભભાઇ રામાણી, વિછીયા તાલુકા પ્રમુખ નાથાભાઇ વાસાણી, જીલ્લાના હોદેદારો, જીલ્લા મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, જીલ્લા લીગલ સેલ જીલ્લા ડોકટર સેલ, જીલ્લા શિક્ષણ સેલ, જીલ્લા હ્યુમનરાઇટ સેલ, જલ્લા બૌદ્ધિક સેલ, જીલ્લા પ્રશિક્ષણ સેલના આગેવાનો, જસદણ તાલુકા તથા શહેર તથા વિછીયા તાલુકા આગેવાનો તથા કાર્યકર્તાઓ જસદણ નગરપાલિકાના પદાધિકારીઓ, તેમજ નિવૃત કર્મચારીઓ, ડોકટરો, ચાર્ટર્ડએકાઉન્ટ, પ્રોફેસરો સહીતના પ્રબુદ્ધ નાગરિકો બહોળી સંખ્યામાં આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા.

સંમેલનમાં પૂજ્ય મોરારિદાસબાપુ, રમેશભાઇ ઓઝા તેમજ નામી સંતો-મહંતોના મંતવ્યોની ડોકયુમેન્ટરી ફિલ્મ તેમજ માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મદીની ચાર વર્ષની સિદ્ધિઓ તથા કરેલા વિકાસલક્ષી ડોકયુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. સંમેલનનું સંચાલન બૌદ્ધિકસેલના પ્રમુખશ્રી રાજુભાઇ ધારૈયા તથા જીલ્લા યુવા મોરચા ઉપપ્રમુખશ્રી હિરેનભાઇ જોશીએ કર્યુ હતું.(૩.૧૭)

(3:57 pm IST)
  • સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેશે :વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે:વર્ષ 1966માં સીરિયા સાથે ઉત્તર કોરિયાએ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા: ઉત્તર કોરિયાએ 1973ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં સેના અને હથિયાર બન્ને મોકલ્યા હતા access_time 1:26 am IST

  • હવાઇના બિગ આઇલેન્ડ પર છેલ્લાં એક મહિનાથી સક્રિય કિલાઉ જ્વાળામુખીમાં બ્લાસ્ટ હજુ પણ યથાવત: હવાઇ ઓથોરિટી મુજબ અહીં ડઝનથી વધુ નાગરિકો લાવાના કારણે ફસાયેલા છે:બિગ આઇલેન્ડના નાગરિકોને 24 કલાકમાં જ આ સ્થળ ખાલી કરી દેવાના આદેશ :તમામ લોકો વીજળી, સેલફોન કવરેજ વગર, ઉપરાંત પીવાના પાણી વગર રહે છે. access_time 1:22 am IST

  • કચ્છ ;કંડલા CISFએ કંડલા જેટી નજીકથી એક શંકાસ્પદ શખ્શની 11 સીમકાર્ડ સાથે ધરપકડ કરી :વધુ તપાસ માટે કંડલા મરીન પોલીસના હવાલે કરાયો access_time 12:48 am IST