Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં રાજકોટના છાત્રોનું શાનદાર પ્રદર્શનઃ ૩ ગોલ્ડ-૨ સિલ્વર- ૧૦ બ્રોન્ઝ જીત્યા

રાજકોટઃ તાજેતરમાં ઓલ ઈન્ડિયા વડોકાઈ કરાટે ડુ અશોસીએશન દ્વારા નેશનલ કરાટે ચેમ્પિયનશીપ અરૂણાચલ પ્રદેશ ખાતે યોજાયેલ હતી, જેમાં ૧૫થી વધારે રાજયોમાંથી ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટ (ગુજરાત)માં બાલભવન તેમજ સેટેલાઈટ સ્કૂલ, મીરામ્બિકા સ્કૂલ, સિંહાર સ્કૂલમાં કોચિંગ આપતા કોચ રણજીત ચૌહાણ તેમજ નીલમ ચાવડા તરફથી ૧૪ બાળકોએ આ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં કુમિતે (ફાઈટ) અને કાતા ચેમ્પિયનશિપમાં ૩ ગોલ્ડ મેડલ, ૨સિલ્વર મેડલ અને ૧૦ બ્રોન્ઝ મેડલ મેળવી રાજકોટનું ગૌરવ વધારેલ છે.

જેમાં જાડેજા રાજવીરસિંહ- ફાઈટ ગોલ્ડ, ભારમલ હુસેના- ફાઈટ ગોલ્ડ, ચાવડા ભૂમિ- કાતા ગોલ્ડ, ગોકાણી યુવલ- ફાઈટ સિલ્વર, કુવડિયા સોહમ- કાતા સિલ્વર, તલસાણીયા પૂર્વા- કાતા બ્રોન્ઝ અને ફાઈટ બ્રોન્ઝ, સેજપાલ આર્ચી- ફાઈટ બ્રોન્ઝ, આશર ઋત્વી- ફાઈટ બ્રોન્ઝ, હરસોડા આયુષ- કાતા બ્રોન્ઝ, લાખાણી ધનરાજ- ફાઈટ બ્રોન્ઝ, ભટ્ટ ધ્યાન- ફાઈટ બ્રોન્ઝ, વિશ્વકર્મા શ્યામ- ફાઈટ બ્રોન્ઝ, રખાશિયા કિશન- ફાઈટ બ્રોન્ઝ, ધરજિયા પાર્થ- ફાઈટ બ્રોન્ઝ મેડલ મેળવેલ. વિજેતા બાળકો શ્રી નિર્ભયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ. આગામી હરીફાઈ રમવા માટે વિજેતા બાળકો નેપાળ (કાઠમાંડુ) ઈન્ટરનેશનલ ચેંપિયનશીપ રમવા જશે.(૩૦.૯)

(3:55 pm IST)