Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

નોનવેજની લારીઓ-દુકાનોના કારણે રહેવાસીઓ ત્રાહિમામ

તળાવ ફરતે ૩૦ લારીઓઃ રાજકોટમાં પણ મોટું દૂષણ

રાજકોટ તા. પ :...  અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં તળાવ, મોલ અને અન્ય આકર્ષણોના કારણે સંખ્યાબંધ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની લારીઓ ખૂલી છે. તેમાં પણ તળાવની ફરતે ઉભતી લારીઓમાં ઇંડાની લારીઓનું પ્રમાણ છેલ્લા એક વર્ષમાં ખૂબ વધ્યું છે. તળાવ ફરતે લગભગ ત્રીસ જેટલી ઇંડાની લારીઓ ઉભે છે. ઉપરાંત આસપાસના કોમ્પ્લેક્ષમાં પણ નોનવેજ પીરસતા રેસ્ટોરન્ટ છે. આ લારીઓ અને રેસ્ટોરન્ટ વધેલી ખાદ્ય સામગ્રી તેમજ રસોડાના કચરાનો વ્યવસ્થિત નિકાલ ન કરતા હોવાની આ વિસ્તારના રહેવાસીઓની ફરીયાદ હોવાનું પ્રસિધ્ધ થયું છે.

આ લારીઓ અને રેસ્ટોરન્ટમાં થતા વઘાર અને રસોઇની દુર્ગંધના કારણે આસપાસના એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે રોડ પરના બારી-દરવાજા ખોલવા મુશ્કેલ બન્યું છે. લારીઓ જે ફુટપાથ પર ઉભી રહે છે ત્યાં યોગ્ય સફાઇ ન કરવામાં આવતી હોવાતી ફુટપાથ પર પણ દુર્ગંધ આવતી રહે છે. અહીંના દરેક કોમ્પ્લેક્ષમાં નોનવેજ પીરસતી ઓછામાં ઓછી એક દુકાન જોવા મળશે. એંઠવાડ અને વધેલી ખાદ્ય સામગ્રી ગમે ત્યાં ફેંકવામાં આવી હોવાથી આ વિસ્તારમાં પક્ષીઓ આ સામગ્રીના ટૂકડા લઇ કોઇપણ બાલ્કની કે અગાસીમાં જઇ ચડે છે. કેટલાંક કિસ્સાઓમાં આ લારીઓ પર આવતા અમુક ગ્રાહકો નશામાં હોવાથી પાર્કીંગ જેવી બાબતે સ્થાનીકો કે અન્ય વાહન ચાલકો સાથે બોલાચાલી થાય તેવા કિસ્સાઓ પણ બનતા રહે છે. સ્થાનીકો આ બાબતે લારી માલિકો અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરતા રહે છે. પરંતુ તેમની રજૂઆતો ગંભીરતાથી ધ્યાને લેવાતી નથી. રાજકોટની મધ્યે છેલ્લા ર વર્ષથી રાજકુમાર કોલેજ પાછળના સ્કુલના રસ્તે બપોર પછી આ જ સ્થિતિ સર્જાય છે. સ્થાનીક કેટલાક વગદાર રાજકારણીઓના આશિર્વાદ હોવાની પણ ચર્ચા છે. (પ-૮)

(3:53 pm IST)
  • ગ્વાટેમાલામાં જવાળામુખીએ ૬૫નો ભોગ લીધો : હજુ વધુ મૃતદેહો દટાયા હોવાની આશંકાઃ ૩ દિવસનો રાષ્ટ્રીય શોક : મધ્ય અમેરીકાના દેશ ગ્વાટેમાલામાં રવિવારે ફયુગો જવાળામુખીમાં ૧૦૦ વર્ષો બાદ ભયંકર બ્લાસ્ટ થયેલ : અનેક લોકો હજુ પણ ગૂમ છે. ગૂમ થયેલા લોકોની સંખ્યા કેટલી છે તે વિશે કોઇ માહિતી નથીઃ કુલ ૧૭ લાખ લોકો પ્રભાવીત access_time 3:51 pm IST

  • સાંસદો - ધારાસભ્યો સામેના કેસની સ્પેશ્યલ અદાલતો માટે પોણા બે કરોડ મંજૂર: દેશના ધારાસભ્યો, સાંસદો સંબંધી ૧૫૦૦ કેસ ચાલે છે તેનો નિકાલ લાવવા સરકારે ૧૦ વિવિધ રાજ્યોમાં અને દિલ્હીમાં બે એમ કુલ ૧૨ ખાસ અદાલતો રચવા નિર્ણય કરીને તે માટેનું ખાસ ફંડ તરીકે ૧.૭૯ કરોડ મંજૂર કર્યા છે access_time 11:21 am IST

  • ઈરાને પોતાની યુરેનિયમ સંવર્ધન શ્રમતા વધારવાની દિશામાં કામ શરૂ કર્યું :ઈરાને આ માટે 2005માં વિશ્વના તાકાતવર દેશો સાથે થયેલ પરમાણુ સમજૂતી પર મંડરાતા ખતરાને મોટો જવાબદાર ગણાવ્યો છે ;ઈરાનની પરમાણુ એજન્સીના પ્રમુખે કહ્યું કે તેઓ 'નાતાંજ 'ક્ષેત્રમાં આધુનિક સેટ્રિફ્યુઝને વિકસિત કરવાવાળા માળખા પર કામ કરી રહ્યા છે access_time 1:15 am IST