Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

આજે વિશ્વ પર્યાવરણ દિન

છેલ્લાં કેટલાંક વર્ષોથી સમગ્ર વિશ્વના હવામાનમાં આકસ્મિક મોટાં પરિવર્તનો આવી રહ્યાં છે. અમુક દેશોમાં અચાનક હિમવર્ષા અને વાવાઝોડા સાથે વિપુલ પ્રમાણમાં વરસાદ, તો અમુક દેશોમાં અતિશય ગરમી (પશ્ચિમ- એશિયાના દેશોમાં ૬૦ ડિગ્રી તાપમાન) અમુક દેશોમાં વર્ષો સુધી દુષ્કાળ પડવા. આ બધી બાબતો દર્શાવે છે કે, વિશ્વ પર્યાવરણ મોટા પ્રમાણમાં અસમતોલિત બન્યું છે. વિશ્વની વસ્તીમાં મોટા પ્રમાણમાં અસમતોલિત બન્યું છે. વિશ્વની વસ્તીમાં થતો સતત વધારો, ઝડપી ઔદ્યોગિકરણ, પેટ્રોલ- ડિઝલથી ચાલતા વાહનોનો સતત વધતો પ્રદૂષિત બન્યું છે. હવા- પાણી અને અવાજનું પ્રદૂષણ સતત વધ્યું છે. પ્રદૂષણને લીધે થતા મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. જો પર્યાવરણ સુરક્ષા પ્રત્યે ધ્યાન આપવામાં નહિ આવે, તો આવનારા વર્ષોમાં પૃથ્વી પર જીવ- અસ્તિત્વ જોખમી બનશે.

આપણી પ્રાચીનતમ એવી ભારતીય સંસ્કૃતિના ધર્મગ્રંથોમાં પણ પર્યાવરણ રક્ષણ અંગે યોગ્ય વિચાર વ્યકત થાય છે. વેદમાં જણાવ્યું છે કે, પાણી અને કુદરતી સાધન સંપતિનો દુર્વ્યય ન થવો જોઈએ. ગ્રામ્ય અને શહેરી વિસ્તારની રચના અંગે વેદમાં જણાવાયું છે કે, ગામડાં અને શહેરોની ફરતેઙ્ગ વૃક્ષો અને જંગલો હોવા જરૂરી છે. મહાભારત અને રામાયણમાં પણ વિવિધ ઋષિઓના આશ્રમ શુધ્ધ હવામાં જંગલમાં હોવાનો ઉલ્લેખ છે. વૃક્ષો કાર્બન ડાયોકસાઈઢ જેવા ઝેરી વાયુ શોષીને ઓકિસજન જેવા પ્રાણવાયુ પૂરા પાડે છે. વેદમાં યજ્ઞ દ્વારા પર્યાવરણ શુધ્ધિકરણ વિશે કહેવાયું છે.

આજના દિવસે આપણે વધુને વધુ વૃક્ષારોપણ કરીને તેની માવજત કરવાની તથા વાહનોનો મર્યાદિત ઉપયોગ કરવાની પ્રતિજ્ઞા લઈએ. આમ થશે તો જ વૈશ્વિક પર્યાવરણ સમતોલ રહેશે અને સ્વાસ્થ્યપ્રદ જીવન પ્રાપ્ત થશે.

કુ.રાજલ એસ. વ્યાસ, (પીએચડી.સ્કોલર, સૌરાષ્ટ્રયુનિવર્સિટી)

ધ્યેય આર. જોષી, (સ્ટુડન્ટ, ગોલ્ડન એપલ સ્કૂલ ) મો.૯૮૨૫૯ ૬૩૨૭૦

(3:42 pm IST)
  • ગ્વાટેમાલામાં જવાળામુખીએ ૬૫નો ભોગ લીધો : હજુ વધુ મૃતદેહો દટાયા હોવાની આશંકાઃ ૩ દિવસનો રાષ્ટ્રીય શોક : મધ્ય અમેરીકાના દેશ ગ્વાટેમાલામાં રવિવારે ફયુગો જવાળામુખીમાં ૧૦૦ વર્ષો બાદ ભયંકર બ્લાસ્ટ થયેલ : અનેક લોકો હજુ પણ ગૂમ છે. ગૂમ થયેલા લોકોની સંખ્યા કેટલી છે તે વિશે કોઇ માહિતી નથીઃ કુલ ૧૭ લાખ લોકો પ્રભાવીત access_time 3:51 pm IST

  • બનાસકાંઠા ;રાજસ્થાનના RTO દ્વારા હપ્તા માટે ટ્રક ડ્રાયવરને રોકી રાજસ્થાન પરિવહન વિભાગ હપ્તા માંગણી કરતો વિડીયો વાયરલ :ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક ડ્રાયવરો અને RTO વચ્ચે થઇ ઝપાઝપી :દારૂના નશામાં RTO વિભાગના કર્મચારીઓ ટ્રક કરી રહ્યા છે હેરાન access_time 1:22 pm IST

  • ઓપરેશન બ્લુસ્ટારની વરસીએ સુરક્ષા વધારાઈ :પોલીસકર્મીની રાજા કેન્સલ :મંદિર પરિસર આસપાસ 3200 પોલીસ જવાનો તૈનાત :શહેરના પ્રવેશ માર્ગો પર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો :એરપોર્ટ, રેલવે સ્ટેશન અને શહેરમાં આવતા તમામ માર્ગોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ;વાહનોનું ચેકીંગ access_time 12:29 am IST