Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

હવે જિમ નહિં, ઇઝી જિમ : રાજકોટમાં ઇલેકટ્રો મસલ સ્ટિમ્યુલેશન ડીવાઇસની સુવિધા ઉપલબ્ધ

એક વખતની મુલાકાતથી અઠવાડીયા સુધીનું વર્કઆઉટ : સિધ્ધાર્થ ગજેરા અને મૌલિક પટેલ લાવ્યા વૈશ્વિક ટેકનોલોજી

રાજકોટ તા. ૫ : હાલની એદી અને આરામભર્યા નોકરી અને વ્યવસાયની વ્યવસ્થાઓથી લોકોના શરીર ઢમઢોલ જેવા બનતા જાય છે. ત્યારે શરીરને ચુસ્ત રાખવા વિવિધ કસરતોનો સહારો અનિવાર્ય બની રહ્યો છે. તેમા પણ રોજે રોજ જિમમાં જાવાની કડાકુટમાંથી છુટકારો મળે અને ફકત એક જ વખતની મુલાકાતમાં અઠવાડીયા સુધીનું વર્કઆઉટ મળી જાય તેવી 'ઈઝિ જિમ' ની સુવિધા રાજકોટમાં લાવ્યા છે સિધ્ધાર્થ ગજજર અને મૌલિક પટેલ.

આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં માહીતી આપતા તેઓએ જણાવેલ કે આ જિમમાં ઇલેકટ્રો મસલ સ્ટિમ્યુલેશન નામનું ડીવાઇસ વસાવવામાં આવેલ છે. જે હંગેરીની ઇફટી કંપની પાસેથી ખરીદવામાં આવ્યુ છે. વળી આ ડીવાઇસનો ઉપયોગ ખાસ પ્રકારના જેકેટ અને શોર્ટસ સાથે કરવાનો હોય છે. શરીરના દરેક મસલ્સ માટેના સેન્સર હોય છે. જેથી અઠવાડીયા સુધી કરવી પડતી મહેનતનું પરિણામ આ ડીવાઇસના ઉપયોગથી ફકત એક જ વખતની ૨૦ મીનીટમાં મળી જાય છે.

ખાસ કરીને અંતરીક્ષયાત્રીઓ ઝીરો ગ્રેવીટી દરમિયાન આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેમજ કેટલાય રમતવીરો પણ ટુંકા સમયગાળામાં કેલરી બાળવા આ ટેકનીક અપનાવે છે.

ટુંકમાં આ ઇઝિ જિમ એવુ છે કે જયાં એક વખત ૨૦ મીનીટ ફાળવવાથી અઠવાડીયા સુધી જિમમાં જવુ નથી પડતુ. સ્ટેમીના શકિતના આધારે આ ડીવાઇસનો અઠવાડીયામાં બે વખત પણ ઉપયોગ કરી શકાય છે.

ખાસ પ્રકારના જેકટે અને બેલ્ટનો ઉપયોગ કરાવાય છે. સાથો સાથ વર્ક આઉટ પૂર્વે અને વર્ક આઉટ પછી જરૂરી પ્રોટીન્સ પણ  પ્રોવાઇડ કરવામાં આવે છે.

જિમમાં ડંબેલ્સ, બારબેલ, જિમ બોલ, કાર્ડીયો ક્રોસ ટ્રેનર જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. અક્ષર માર્ગ, અમીન માર્ગ રોડ પાસે, વાલકેશ્વર એપાર્ટમેન્ટની સામે, ક્રિએટીવ મોટર્સની ઉપર રાજકોટ ખાતે શરૂ કરાયેલ આ જિમનો સમય સવારે ૭ થી રાત્રે ૯ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. જેમાં ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના કોઇ પણ જોડાઇ શકશે.

તસ્વીરમાં પત્રકાર પરિષદમાં માહીતી આપી રહેલ 'ઇઝિ જિમ' ના સિધ્ધાર્થ ગજેરા અને મૌલિક પટેલ (મો.૯૮૨૫૧ ૫૨૬૪૫) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

(3:35 pm IST)
  • ભાવનગર બોરતળાવ ગઠેચી વડલા વિસ્તારમાં આવેલ લાલ ટાંકી પાસે કોળી અને દરબારના જૂથ વચ્ચે અથડામણ :ચાર લોકોને ઇજા ;ડી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડ્યો :બંને જૂથ દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ access_time 10:17 pm IST

  • સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેશે :વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે:વર્ષ 1966માં સીરિયા સાથે ઉત્તર કોરિયાએ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા: ઉત્તર કોરિયાએ 1973ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં સેના અને હથિયાર બન્ને મોકલ્યા હતા access_time 1:26 am IST

  • ઓપરેશન બ્લુસ્ટારની વરસીએ સુરક્ષા વધારાઈ :પોલીસકર્મીની રાજા કેન્સલ :મંદિર પરિસર આસપાસ 3200 પોલીસ જવાનો તૈનાત :શહેરના પ્રવેશ માર્ગો પર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો :એરપોર્ટ, રેલવે સ્ટેશન અને શહેરમાં આવતા તમામ માર્ગોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ;વાહનોનું ચેકીંગ access_time 12:29 am IST