Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

લોકતંત્રની પાઠશાળાઃ રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા ૧ જુલાઈએ ૧૧ કલાકનો સેમીનાર

છ વકતાઓના વકતવ્યઃ હવે, આજે ઉપાય શું? વિષે ચર્ચા

રાજકોટ,તા.૫ : ભારત ''ઉલમાંથી ચૂલ''માં પાડયું છે એ આજે સ્પષ્ટ અનુભવી શકાય છે. ખેતરના એક શેઢેથી 'અંગ્રેજો'નામનું બકરૃં કાઢવા ગયા તો બીજે શેઢેથી 'રાજકીય પક્ષો'નામનું ઊંટ ગરી ગયું છે. શું આ પક્ષશાહી જ લોકશાહી છે? આપણે સૌ ખૂબ જ સારી રીતે જાણીએ છીએ કે આ પક્ષશાહી તે લોકશાહી નથી જ. આ વિષયમાં ભારતનું બંધારણ શું કહે છે? અને આ પક્ષશાહીનો કોઈ ઉપાય થઈ શકે ખરો?

હવે, આજે ઉપાય શું? તેનો પરફેટક જવાબ આપવા માટે રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા તા.૧ જુલાઈને રવિવારે સવારે ૮થી સાંજે ૭ સુધી જ્યુબીલી બાગમાં અરવિંદભાઈ મણિયાર હોલમાં 'લોકતંત્રની પાઠશાળા'નામના એક દિવસીય સેમીનારનું આયોજન કરાયેલ છે. આ પાઠશાળામાં છ સત્રોમાં, છ વિષયો પર, છ વકતાઓ જ્ઞાનવર્ધક વકતવ્યો આપશે. સાતમું સત્ર શ્રોતાઓ માટેનુ ખુલ્લું સત્ર છે, જેમાં પ્રશ્નોતરી અને શ્રોતાઓના પ્રતિભાવો એટલે કે જનતાની સાચી 'મન કી બાત' રજુ થશે. રાજકીય પક્ષોના હીમાયતીઓ અને હોદેદારો તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને આ સાતમા સત્રમાં ખૂલ્લી ચર્ચા માટે ખૂલ્લો પડકાર કરાયેલ  છે.

આ કાર્યક્રમ રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા બધા જ ગેરબંધારણીય રાજકીય પક્ષોને કાયમને માટે રાજકોટ મ્યુનીસીપાલ કોર્પોરેશનમાંથી દૂર કરવાના ભગીરથ કાર્ય અનુસંધાને છે. આ કાર્યક્રમમાં કોર્પોરેશનના અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ, કલેકટર, મામલતદાર કચેરી, બહુમાળી ભવનની કચેરીઓ, ઈન્કમટેકસ, એ.જી.ઓફીસ વગેરે સરકારી અધિકારીઓને વ્યકિતગત કવરીંગ લેટર સાથે રેકર્ડ પર નિમંત્રણપત્રો આપીને આમંત્રીત કરાનાર છે. ધારાસભ્યો, સંસદસભ્યો અને કોર્પોરેટરને પણ નિમંત્રણપત્રો અપાનાર છે.

આ કાર્યક્રમમાં હાજરી આપનાર દરેકને નોંધણી ફી તરીકે રૂ.૫૦ ભરી આપવા વિનંતી કરાઈ છે.

નામ નોંધાવવા તેમજ વધુ વિગતો માટે અશોકભાઈ પટેલ  મો.૯૪૨૮૨ ૭૫૫૫૦, અબ્બાસભાઈ જરીવાલા- મો.૯૨૨૭૨ ૩૫૧૫૨, પ્રવિણભાઈ લાખાણી- મો.૯૪૨૬૪ ૬૮૧૦૮, મહેશભાઈ મહિપાલ- મો.૯૭૨૭૮ ૭૭૭૯૮, માયાબેન મલકાણા- મો.૯૮૭૯૧ ૬૩૫૬૭, દાદુભાઈ લાંગા- મો.૯૯૨૫૭ ૪૩૭૮૯, કાંતિભાઈ ભૂત- મો.૯૮૯૮૫ ૧૭૭૧૮, રમેશભાઈ જીલરીયા- મો.૮૭૫૮૮ ૦૬૦૯૭, અમીતભાઈ કાંતા પટેલ- મો.૯૭૨૭૮ ૬૮૭૨૦, આસીફભાઈ શેખ- મો.૮૯૩૦૭ ૭૮૬૯૨, ડો.ધર્મેશ ગોહેલ- મો.૯૮૯૮૪ ૧૬૩૦૯, હિમ્મતભાઈ લાબડીયા - મો.૯૯૭૮૮ ૧૮૫૯૨નો સંપર્ક કરવા યાદીમાં જણાવે છે. (તસવીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૭)

(3:33 pm IST)
  • અમરેલી: સરકારે ખરીદેલ ટેકાના ભાવની તુવેરની ચોરી: સાવરકુંડલાના બાઢડાના ગોડાઉનમાંથી અઢી લાખની તુવેરની ચોરી થઈ: ગોડાઉનના શટરના તાળા તોડીને તસ્કરો 90 ગુણી તુવેર ચોરી ગયા access_time 12:48 am IST

  • ગ્વાટેમાલામાં જવાળામુખીએ ૬૫નો ભોગ લીધો : હજુ વધુ મૃતદેહો દટાયા હોવાની આશંકાઃ ૩ દિવસનો રાષ્ટ્રીય શોક : મધ્ય અમેરીકાના દેશ ગ્વાટેમાલામાં રવિવારે ફયુગો જવાળામુખીમાં ૧૦૦ વર્ષો બાદ ભયંકર બ્લાસ્ટ થયેલ : અનેક લોકો હજુ પણ ગૂમ છે. ગૂમ થયેલા લોકોની સંખ્યા કેટલી છે તે વિશે કોઇ માહિતી નથીઃ કુલ ૧૭ લાખ લોકો પ્રભાવીત access_time 3:51 pm IST

  • સ્ક્રેપના કોન્ટ્રાકટર પાસેથી બોફોર્સમાં તોપ અને ટેન્કના ગોળા મળતા ખળભળાટ ;પાકિસ્તાન સરહદે સ્થિત જેસલમેરમાં મોટી કાર્યવાહી :પોખરણ ક્ષેત્રમાંથી સ્ક્રેપ ખરીદનાર એક મોટા કોન્ટ્રાકટરના ગોદામમાથી મોટી સંખ્યામાં ગોળા જપ્ત :સેનાના ઇન્ટેલિજન્સે સમગ્ર વિસ્તાર સીલ કરી દીધો :સૈન્ય અધિકારીઓ પહોંચ્યા :બૉમ્બ-ગોળાની ગણત્રીચાલુ access_time 1:25 am IST