Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

વિદ્યાર્થીઓમાં શિક્ષણ, સંસ્કાર અને સંગઠન આવતા દિવસોમાં ખૂબ જ આવશ્યકઃ નરેન્દ્રભાઈ સોલંકી

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત દ્વારા વિદ્યાર્થીઓને શિલ્ડ, બેગ અને ફૂલસ્કેપ ચોપડા વિતરણ કરાશે

રાજકોટઃ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા આયોજીત મેગા સરસ્વતી સન્માન સમારોહનું આગામી દિવસોમાં આયોજન કરવામાં આવેલ છે. ત્યારે જ્ઞાતિ સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષ સ્થાને જ્ઞાતિ સમસ્તના કાર્યાલયે મીટીંગ મળેલ જેમાં જ્ઞાતિ સમસ્તના કાર્યકરો હાજર રહેલ હતા. આ મીટીંગમાં મુખ્ય એજન્ડા મેગા સરસ્વતી સન્માન સમારોહ બાબતે સમીતીની રચના કરવી તથા ધો.૧ થી કોલેજ કાળ સુધીના વિદ્યાર્થીઓના ઈનામને યોગ્ય માટે ટકાવારીના માપદંડો નક્કી કરવાનો હતો.

જેમાં ધો.૧ થી ૪માં ૯૦ ટકા, ધો.૫માં ૮૦ ટકા, ધો.૮,૯માં ૭૦ ટકા, ધો.૧૦, ૧૧ અને ૧૨માં ૬૫ ટકા તથા કોલેજકાળમાં બેચલર ડીગ્રીમાં ૬૦ ટકા અને માસ્ટર્સ ડીગ્રીમાં પર આવેલ હોય અથવા તો તેનાથી વધારે ટકાવારી હોય તેવા વિદ્યાર્થીઓ ઈનામ તથા વિનામૂલ્યે ચોપડા મેળવવા પાત્ર યોગ્ય છે તેવું શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્ત દ્વારા સર્વાનુમતે નક્કી કરાવામાં આવેલ હતું.

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવેલ કે કડિયા જ્ઞાતિના દિકરા- દિકરીઓની અંદર શિક્ષણનો વ્યાપ વધે તેની હાલના સંજોગોમાં ખુબ જ જરૂરી છે. શિક્ષણ દરેક સામજનો મુળભુત અધિકારી છે. આવતા દિવસોમાં જે બાળકો, યુવાનો, શિક્ષિત હશે, દિક્ષિત હશે અને સંગઠિત હશે તેઓની જ આવતી ૨૧મી સદીમાં સામાજીક રીતે, આર્થિક રીતે તેમજ રાજકીય રીતે ગણના થશે માટે આપણા સમાજમાં તેમજ ઓબીસી, એસ.સી., એસ.ટી. સમાજમાં પણ શિક્ષણની ખુબજ આવશ્યકતાઓ છે. વિદ્યાર્થી દિકરા- દિકરીઓની અંદર શિક્ષણનો વ્પાપ વધતા જ તેઓની પોતાની વિચાર શકિત અલગથી ખીલી ઉઠશે. દરેક સમાજની અંદર શિક્ષણ તેમજ સંસ્કાર અને સંગઠનની આવતા દિવસોમાં ખુબજ આવશ્યકતા હોય આપણે સૌ સાથે મળી સમાજના યુવાન દિકરા- દિકરીઓ તેમજ બાળકોનું ખુબજ સારી રીતે ઘડતર થઈ શકે તે માટે શિક્ષણ ખુબજ અગત્યનો પાયો છે. તેથી વધારોમાં વધારે દિકરા- દિકરોઓને પ્રોત્સાહન મળે તેના માટે ઈનામોની બોછાર કરવા માટે નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા આહવાહન કરવામાં આવેલ હતું. જેને સમગ્ર સમાજે એકી અવાજે વધાવી લીધું હતું.

આવેલી માર્કસીટોમાંથી દરેક ધોરણમાં જે વિદ્યાર્થી પ્રથમ ૧,૨ અને ૩ નંબર પર હશે. તેઓને શીલ્ડ એનાયત કરવામાં આવશે તથા અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવશે તેવું સર્વાનુમતે નક્કી કરાયેલ હતું. ત્યારબાદ કારોબારી સમિતિ, શ્યામવાડી ટ્રસ્ટની કારોબારી સમિતિ, વિદ્યાર્થી મંડળની સંપૂર્ણ સમિતિ, તેમજ વિદ્યાર્થી બોર્ડીંગની સંપૂર્ણ સમિતિ તેમજ આ સીવાયના નવયુવાનોનો સમાવેશ કરી ૨૧ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. સભ્યોની નામની યાદી આ પ્રમાણે છે. (૧)નરેન્દ્રભાઈ એમ.સોલંકી, (૨) હેમરાજભાઈ કાચા, (૩) હરસુખભાઈ ચોટલીયા, (૪) નરશીભાઈ સવાણી, (૫) ડી.પી.રાઠોડ, (૬) હસમુખભાઈ ગોહેલ, (૭) જગદીશભાઈ મનાણી, (૮) ચીમનભાઈ મારૂ, (૯) જે. કે. ગાંગાણી, (૧૦) કિશોરભાઈ પરમાર, (૧૧) રમણીકભાઈ પરમાર, (૧૨) રાજુભાઈ કાચા, (૧૩) મનસુખભાઈ ટાંક, (૧૪) જયંતિભાઈ કાચા, (૧૫) તેજશભાઈ ગાંગાણી, (૧૬) જગદીશભાઈ વાઘેલા, (૧૭) ભાવીનભાઈ ચોટલીયા, (૧૮) નયનભાઈ વાઘેલા, (૧૯) કિરીટભાઈ રાઠોડ, (૨૦) દામજીભાઈ ચોટલીયા, (૨૧) નરેન્દ્રભાઈ રાઠોડ કાર્યક્રમની તારીખ નક્કી કરવી તથા વિદ્યાર્થીઓ પાસેથી માર્કસીટ લેવાનો સમયગાળો તથા તેમની તારીખ આગામી યોજાનાર મીટીંગમાં નક્કી કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.(૩૦.૬)

(3:31 pm IST)
  • કચ્છ ;કંડલા CISFએ કંડલા જેટી નજીકથી એક શંકાસ્પદ શખ્શની 11 સીમકાર્ડ સાથે ધરપકડ કરી :વધુ તપાસ માટે કંડલા મરીન પોલીસના હવાલે કરાયો access_time 12:48 am IST

  • બીટકોઈન તોડકાંડ :જીજ્ઞેશ મોરડીયા પાસેથી વધુ 30 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા :કુલ 503 બીટકોઈનને રોકડમાં ફેરવી નાખી હતી અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 5 કરોડ રિકવર કર્યા :ત્રણેય આરોપીની પૂછપરછ ચાલુ access_time 12:36 am IST

  • ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત ફલાઈટ એક સપ્તાહથી બંધ : ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત વચ્ચેની ફલાઈટ એક અઠવાડીયાથી બંધ છે. એર ઓડીસા દ્વારા ફલાઈટ પુનઃ શરૃ કરવામા આવે તે માટે ભાવનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ફલાઈટમાં ભાવનગરથી સુરતનું વિમાની ભાડુ ૨૦૦૦ રૂ. રાખવામાં આવેલ પરંતુ હવે આ ભાડુ વધારીને ૩૦૦૦ કરવામાં આવ્યુ છે access_time 4:52 pm IST