Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

શહેરમાં બાંધકામોનો ધમધમાટ

મ.ન.પા.ની ટી.પી. શાખામાં ૧ મહિનામાં ૭૧૧ બિલ્ડીંગ પ્લાન મુકાયાઃ માત્ર ૨ નામંજુર

રાજકોટઃ કોરોનાકાળ વચ્ચે પણ સર્જનનું કાર્ય ચાલી રહ્યુ છે કેમ કે છેલ્લા ૧ મહિનામાં એટલે કે ૧ એપ્રિલથી ૩ મહિનામાં મ.ન.પા.ના ટી.પી. વિભાગમાં ૭૧૧ બિલ્ડીંગ પ્લાન રજુ થયા હતા. જેમાંથી માત્ર ૨ પ્લાન નામંજુર થયા છે. મ.ન.પા.માં ઓફલાઈન અને ઓનલાઈન બન્ને પદ્ધતિથી બિલ્ડીંગ પ્લાન લેવાય છે. આમ બાંધકામનો ધમધમાટ ચાલુ છે.

(3:58 pm IST)
  • પોરબંદરમાં આજે ર૩ મૃતદેહને અન્‍નસંસ્‍કાર કરાયો હતો જેમાં ર કોરોનાનો સમાવેશ થાય છે access_time 11:23 pm IST

  • રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુને બુધવારે રાત્રે જેલમાંથી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેલમાં તબિયત લથડતા જેલ પ્રશાસન તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા છે. ત્યાં કોરોના વાયરસના લક્ષણો દેખાય બાદ આસારામ બાપુને કોવિડ -19 ચેપ લાગ્યો હોવાની શંકા સેવાય રહી છે. તેમનો કોવિડ પરીક્ષણનો નમૂના લેવામાં આવ્યો હતો અને તબિયત લથડતાં તેમને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતા. access_time 12:10 am IST

  • મહેસાણા શહેરની જાહેર જનતાને જણાવવાનુ કે, કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા માટે ગૃહ વિભાગ, ગાંધીનગર (ગુજરાત સરકાર) ના જાહેરનામા ક્રમાંક વિ-૧૧૦૨૦૨૦ ૪૮૨-૭ તા.૪૨૦૨૧ મુજબ તા.૧૨,૦૫/૨૦૧ સુધી ફકત મેડીકલ સ્ટોર, દુધ કેન્દ્ર, કરીયાણાની દુકાની, અનાજ દળવાની ઘંટી તથા જાહેરનામા માં પરવાનગી આખ્યા મુજબના એકમો જ ખુલ્લા રાખી શકાશે. આ સિવાયના તમામ એકમો બંધ રાખવાના રહેશે અને જો જાહેરનામા માં મંજુરી આપ્યા સિવાયના એકમો ખુલ્લા જણાશે તો જાહેરનામા નાં ભંગ બદલની કાર્યવાહી ક૨વામાં આવશે તથા સેવા એકમો સીલ ક૨વામાં આવશે. જેની તમામ વેપારી એકમોએ નોંધ લેવી. access_time 8:58 pm IST