Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

છેલ્લા ૪ દિ'માં ૧૦૪૪ લોકોએ ડ્રાઇવ થ્રુ આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો

રાજકોટ તા.૫ : રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની જાણીતી લેબોરેટરી ન્યુબર્ગ સુપ્રાટેકના સહયોગથી ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર. ટેસ્ટની સુવિધા  રેસ્કોર્ષ મેદાનમાં શરૂ કરવામાં આવી છે ત્યારે આ સુવિધાનો છેલ્લા ચાર દિવસમાં ૧૦૪૪ લોકોએ લાભ લીધો હતો.

હાલમાં, કોરોનાની બીજી લહેરના કારણે સંક્રમિતનું પ્રમાણ વધેલ છે. જેના કારણે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરતી લેબોરેટરીમાં ટેસ્ટ માટે ખુબ જ લોકો જઈ રહ્યા છે. શહેરના ઘણા સિનિયર સીટીઝનો, દીવ્યાંગો કે સગર્ભા મહિલાઓને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ માટે લેબોરેટરીના સ્ટાફને ઘરે બોલાવવા પડે છે અને પરિસ્થિતિને કારણે તેમાં વિલંભ પણ થતો હોય છે અને કોરોના સંક્રમિતનો ભય પણ રહે. જે બધી બાબતો ધ્યાનમાં રાખીને ૧ મે અને ગુજરાત રાજયના સ્થાપના દિને રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની જાણીતી લેબોરેટરી ન્યુબર્ગ સુપ્રાટેકના સહયોગથી ડ્રાઈવ થ્રુ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કેન્દ્ર રેસકોર્ષ સંકુલમાં આવેલ કવિ શ્રી રમેશભાઈ પારેખ રંગદર્શન પાસે ડ્રાઇવ થ્રુ આર.ટી.પી.સી.આર ટસ્ટની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં  શનીવારે ૧૫૭, રવિવારે-૩૩૪, સોમવારે-૩૩૪ તથા મંગળવારે - ૨૧૯ સહિત કુલ ૧૦૪૪ લોકોએ કારમાં બેઠા બેઠા ટેસ્ટ કરાવ્યો હતો.

(3:57 pm IST)