Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

ગોડાઉન રોડ પરથી અજાણ્યા પુરૂષની લાશ મળીઃ વાલીની શોધ

કોઇ પરિચિત હોય તો એ-ડિવીઝન પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૫: ગોડાઉન રોડ અંબિકા વે બ્રીજ પાસે અજાણ્યા આશરે ૫૫ વર્ષના પુરૂષ બેભાન પડ્યા હોઇ જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટી  તબિબે તપાસીને મૃત જાહેર કરતાં એ-ડિવીઝનના પીએસઆઇ જે. ડી. વસાવા અને સ્ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

મૃતક ભીક્ષુક જેવા દેખાય છે. તેણે કોફી કલરનું ટી-શર્ટ પેહર્યુ છે. જેમાં જી-યુનિટ લખ્યું છે. તેમજ આસમાની રંગનો ચડ્ડો પહેર્યો છે. માથામાં વાળ ટુંકા અને સફેદ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ સગા પરિચિત હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:52 pm IST)