Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

રાજકોટની ભાગોળે આવેલ ફેકટરીમાં બ્લાસ્ટ થતા ૪ મજુરોના મૃત્યુના કેસમાં પકડાયેલ આરોપીઓની જામીન અરજી મંજુર

ભોપાલ ગેસ લીકેજ અને ઉપહાર સિનેમામાં લાગેલ કિસ્સાઓ ટાંકીને થયેલ રજુઆત કોર્ટે સ્વીકારી

રાજકોટ તા.૦૫ રાજકોટની ભાગોળે વાંકાનેર હાઈવે પર દેવ ઈન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં લગાવેલ મશીનરીમાં બ્લાસ્ટ  સર્જાતા ટેકનીશયન સહિત ચાર લોકોના મૃત્ય નિપજેલ અને નવ લોકોને ગંભીર ઈજા થતાં નોંધાયેલ ગન્હાના  કામે ફેકટરી માલિકોના જામીન સેશન્સ અદાલત દ્વારા મંજુર કરવામાં આવેલ છે.  આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ નજીક આવેલ વાંકાનેર તાલકાના ખેરવા ગામમાં દેવ  ઈન્ડસ્ટ્રીઝના નામથી ચાલતી ફેકટરી સરકારની મંજુરી વિના તેમજ ફાયર સેફટી અંગેના જરૂરી સાધનો ફેકટરી  ચલાવવા માટે કે જરૂરી ટકનીકલ સપોર્ટ માટે કોઈ લાયકાત ધરાવતા ટેકનીશયન ન રાખી આરોપીઓ દ્વારા  પોતાની રીતે ફેકટરી ચલાવવામાં આવતી હોઈ ફેકટરીના માલીકો દ્વારા સેફટી અંગેની પણ કોઈ કાર્યવાહી  કરેલ ન હોય અને પોતે ફેકટરીમાં જરૂરી પરમીશનો કે જરૂરી ફાયર સેફટીના સાધનો ન રાખવાથી કોઈપણ  સમયે કોઈપણ ઘટના બની શકે જેનાથી માનવીની જીંદગી જોખમાઈ તેવી પુરેપુરી સંભાવના હોય તેમ છતાં  જાણી જોઈને પોતાના નફા માટે ફેકટરી ચાલુ રાખતા તા.૧૨/૦૪/૨૦૨૧ ના રોજ મશીનમાં ભયંકર બ્લાસ્ટ  થતા ૪ કામદારોના મોત તથા નવ અન્ય મજૂરોને ગંભીર ઈજા થતાં ફેકટરી માલીકો (૧) દેવેશભાઈ હરીશભાઈ  કારીયા રહે. રાજકોટ (૨) કિશનભાઈ બાબુભાઈ સવાગીયા રહે. વેરાવળ-ગીર સોમનાથ (૩) સંજયભાઈ  ભૂપતભાઈ તેલી રહે. રાજકોટ (૪) હાર્દિકભાઈ બાલુભાઈ સુવાગીયા રહે. રાજકોટનાઓ વિરૂધ્ધ એરપોર્ટ  પોલીસ સ્ટેશનમાં સાપરાધ મનુષ્યવધનો ગુન્હો દાખલ થયેલ હતો. પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરી ચારેય  ફેકટરી માલિકોને પકડી પાડી જેલ હવાલે કરવામાં આવેલ હતા. 

ઉપરોકત ફરીયાદના કામે ધરપકડ થતાં ફેકટરીના માલિકો દારા રાજકોટના એડવોકેટ તષાર ગોકાણી  મારફત રાજકોટની સેશન્સ અદાલતમાં જામીન પર મકત થવા અરજી દાખલ કરી પોલીસની કાર્ય પઘ્ધતિ સામે  ગંભીર સવાલો ઉઠાવી રજૂઆતો કરવામાં આવેલ કે, આ પ્રકારના બનાવોમાં અન્ય કિસ્સાઓમાં ક્રિમીનલ  નેગ્લીજન્સ એટલે કે બેદરકારીથી મૃત્યુ નિપજાવ્યાની ફરીયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવે છે. તાજેતરમાં જ  ગોકુલ હોસ્પીટલમાં આવા પ્રકારના જ કિસ્સામાં બેદરકારીની ફરીયાદ નોંધવામાં આવેલ ત્યારે હાલના કિસ્સામાં ઉપહાર સિનેમામાં ૬૦ લોકો સળગીને મૃત્યુ પામ્યાનો બનાવ હોય તે તમામ કિસ્સાઓમાં બેદરકારીથી મૃત્યુ  નિપજાવવાની કલમો લાગી શકે તેવુંં સર્વોચ્ચ અદાલત દ્વારા ઠરાવવામાં આવેલ છે ત્યારે હાલના કિસ્સામાં  પોલીસે બદદાનતથી સાપરાધ મનુષ્યવધની ગંભીર કલમો લગાવી આરોપીઓને જેલ હવાલે કરેલ છે. તેમજ  જે બનાવ બનવા પામેલ છે તે મશીન ઓપરેટ કરતા ટેકનીશ્યનની કસુરને કારણે આકસ્મીક રીતે બનેલ હોવાનંુ  પોલીસના જ કાગળો પરથી ફ્લીત થતું હોય ત્યારે આરોપીઓને આવી ખામીયુકત ફરીયાદ અને તપાસના  આધારે જેલમાં રાખી શકાય નહી જેથી તમામ આરોપીઓને જામીન મકત કરવા વિસ્તૃત દલીલો કરેલ હતી.   

સામાપક્ષે પોલીસ દ્વારા જામીન અરજીનો સખત વિરોધ કરતા એવી રજૂઆત કરાયેલ હતી કે  આરોપીઓની કસુરને કારણે ફેકટરીમાં બ્લાસ્ટ થતા મશીન નજીક ઉભેલ વ્યકિતઓ ત્રણસો-ચારસો ફૂટ જેટલા  ફંગોળાઈ ગયેલ અને ચાર વ્યકિતઓએ પોતાનો જીવ ગુમાવેલ છે તથા નવ વ્યકિતઓને ગંભીર ઈજાઓ થયેલ  છે અને મનુષ્યવધની કલમમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈઓ છે જેથી આરોપીઓને જામીન પ૨  મુકત કરી શકાય નહી.   

બંન્ને પક્ષકારોની દલીલોના અંતે અદાલત દ્દારા બચાવ પક્ષે કરવામાં આવેલ દલીલો ગ્રાહય રાખી તેમજ  ફેકટ્રીસ એકટ મુજબ હતભાગી પરીવારના સભ્યોને વળત૨ આપવાના સરકારશ્રીના આદેશનું પાલન કરેલ  હોવાનું ઠરાવી તમામ આરોપીઓના જામીન મંજુ૨ કરવામાં આવેલ હતા.  

આ કામમાં ફેકટરી માલીકો વતી જાણીતા એડવોકેટ શ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ,  હાર્દિક શેઠ, જશપાલ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી, વિરમ ધરાંગીયા, ઈશાન ભટ્ટ રોકાયેલ છે.

(3:51 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં લોકડાઉન લંબાવાયુઃ સોમવારે સવારના ૭ વાગ્યા સુધી રહેશે પ્રતિબંધ : સીએમ યોગીની આજની બેઠકમાં આ લોકડાઉન સામવારે સવારે ૭ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે access_time 3:46 pm IST

  • અત્યારે સવારે ૧૦ વાગે શક્તિકાન્ત દાસ શું જાહેરાત કરશે ? સહુની નજર રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસ અત્યારે સવારે ૧૦ વાગે દેશ સમક્ષ કોઈ મહત્વની વાત કરશે તેમ ન્યુ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે. access_time 9:21 am IST

  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના થોડો શાંત પડ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 391 અને ગ્રામ્યના 170 કેસ સાથે કુલ 561 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:33 pm IST