Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

હિંગવાલા શ્રી સંઘમાં ફૂડ પેકેટ ત્થા છાશ વિતરણનો પ્રારંભ

રાજકોટ,તા.પ : ઘાટકોપર હિંગવાલા જૈન સંઘમાં માતૃશ્રી ગુલાબ બેન કાનજી ભાઈ મહેતા ત્થા શ્રીમતી ધનલક્ષ્મી બેન (મીનાબેન) મહેન્દ્રભાઈ કાનજીભાઈ મહેતા પ્રેરીત મહાવીર અન્નક્ષેત્ર ત્થા છાશ કેન્દ્ર ની શરૂઆત શનિવાર તા. ૧ના રોજ સંઘ પ્રમુખ, ટ્રસ્ટી ત્થા કારોબારી સભ્યો ની પ્રેરણા અને શ્રી સંઘમાં બિરાજીત પરમ પૂજ્ય શાસ્ત્ર દિવાકર મનોહર મુનિ મહારાજ સાહેબ ના માંગલિક સાથે શરૂ કરવામાં આવેલ છે ત્યારે શુભેચ્છા આપવા સંઘ માં બિરાજીત પરમ પૂજ્ય જ્યોતિ બાઈ મ.સ., પરમ પૂજ્ય નંદા-સુનંદા બાઈ મ.સ.,પરમ પૂજ્ય નયના બાઈ મ.સ. આદિ ઠાણા ઓ ઉપસ્થિત હતા.

દરરોજ સવારના ૧૧ વાગ્યા છાશ, છોલે-પુરી, પાઉંભાજી મગ-પુરી આદિ ફુડ પેકેટનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે. સમગ્ર વિતરણ વ્યવસ્થા કમલેશ દોશી, બિપીન ઉદાણી, બીપીન શેઠ, સતિષ પંચમીયા ત્થા હરેશ અવલાણી વિનમ્ર ભાવે સંભાળી રહ્યા છે.

(3:03 pm IST)