Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

સિવિલ હોસ્પિટલમાં તમામ ગ્રુપના બ્લડની જરૂરિયાત

૧૮ થી ૪૫ વર્ષની વય જુથના લોકો વેકસીન લીધા પહેલા અચુક રકતદાન કરે તેવો અનુરોધ

રાજકોટ તા. ૫: સિવિ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલમાં સમગ્ર સોૈરાષ્ટ્રમાંથી થેલેસેમિયાના દર્દીઓ તથા બીજા દર્દીઓ આવતાં હોય છે. અહિ સતત તમામ બ્લડ ગ્રુપના રકતની જરૂરિયાત રહે છે. સિવિલની બ્લડ બેંક નવી ઓપીડી ખાતે સવારે ૯થી સાંજના ૮ સુધી કોઇપણ દાતા રકતદાન કરી શકે છે. સંસ્થાઓ, સેવાભાવીઓ, તાત્કાલીક રકતદાન કેમ્પ યોજી મદદરૂપ થઇ શકે છે. વિશેષ માહિતી માટે મો. ૯૮૯૮૬ ૧૩૨૬૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. સોશિયલ મિડીયામાં આ નંબર સાથેનો મેસેજ સતત વાયરલ થયો છે. કોરોના વેકસીન લીધા પહેલા ૧૮ થી ૪૫ વર્ષની વય જુથના લોકો રકતદાન કરે તે જરૂરી છે.

(11:57 am IST)