Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

યુવા ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ

ભાજપ દ્વારા 'મારૂ બુથ કોરોના મુકત, મારૂ બુથ વેકસીન યુકત' અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. તેના ભાગરૂપે શહેર યુવા ભાજપ મોરચા દ્વારા વોર્ડ નં. ૧૦ માં પારસ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. હાલ બ્લડની અછત હોય વધુને વધુ લોકો રકતદાન તરફ વળે તેવા પ્રયાસો હાથ ધરાયા હતા. આ તકે પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, સ્ટેન્ડીૅગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, વોર્ડ નં. ૬ ના કોર્પોરેટર પરેશભાઇ પીપળીયા, વોર્ડ નં. ૧૦ ના પ્રમુખ રજનીભાઇ ગોલ, અગ્રણી પરેશભાઇ હુંબલ, શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા, કોર્પોરેટર નિરૂભા વાઘેલાા, યુવા મોરચાના પ્રમુખ સંજય વાઘર, સેનેટ સભ્ય ભરતસિંહ, ધર્મરાજસિંહ જાડેજા, દર્શીલ પટેલ, યશ ગોંડલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:32 pm IST)
  • આજ સાંજ સુધીમાં દિલ્હીમાં ૨૦૯૬૦ નવા કેસ નોધાયા : ૧૯૨૦૯ સાજા થયા અને ૩૧૧ મૃત્યુ થયા access_time 6:31 pm IST

  • ત્રણ લોકસભા અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ મુલતવી રહી કોરોના મહામારીની બીજી લહેરને કારણે ચૂંટણી પંચે દાદરા નગર હવેલી સહિત ત્રણ લોકસભાની અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ હાલ પૂરતી મુલતવી રાખેલ હોવાનું જાહેર કરેલ છે. access_time 9:36 pm IST

  • મમતા બેનર્જીએ પ. બંગાળના પોલીસવડા તરીકે આઈપીએસ શ્રી સમીમ અને વિરેન્દ્રને ફરીથી નિયુકત કર્યા છે. access_time 6:33 pm IST