Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

રાજકોટ જેલમાં ન્હાવા માટે દોટ મુકી, લપસી જતાં ગોંડલના કેદીને ઇજા

રાજકોટ તા. ૪: અહિની સેન્ટ્રલ જેલમાં ગોંડલના કેદી જેન્તીભાઇ રાઘવભાઇ (ઉ.વ.૫૫)ને ન્હાવા માટે દોટ મુકતી વખતે લપસી પડતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં જેન્તીભાઇએ પોતાને બીજા કેદી રોહિતે માર માર્યાનું કહેતાં તે મુજબની એન્ટ્રી નોંધાવાઇ હતી. પણ પોલીસ તપાસમાં એવું ખુલ્યું હતું કે ન્હાવા જવા માટે બે કેદી જેન્તીભાઇ અને રોહિતે દોટ મુકતાં તેમાં જેન્તીભાઇ લપસી જતાં ઇજા થઇ હતી.

(12:01 pm IST)
  • આજે ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ધુણ્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 593 અને ગ્રામ્યના 133 કેસ સાથે કુલ 726 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:30 pm IST

  • કોરોનાના વધતા કેસને લઇને કેન્દ્રીય ચૂંટણીપંચનો નિર્ણય : 3 લોકસભા અને 8 વિધાનસભાની બેઠકો પર થનારી પેટાચૂંટણી મોકૂફ access_time 11:27 pm IST

  • કોરોનાને કારણે પત્રકાર વિનોદ ગજ્જરનો જીવન દીપ બુજાયો પાટણ એબીપી ન્યૂઝ ચેનલના પત્રકાર શ્રી વિનોદભાઈ ગજ્જરનું કોરોનાને કારણે અવસાન થયું છે. ઘેરા શોકની લાગણી પ્રસરી છે access_time 9:35 pm IST