Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

રાજકોટ ચેમ્બર દ્વારા યોજાયેલ વેબીનારમાં વિવિધ એસો.એ કયા કયા મુદ્દા રજુ કર્યા?

રાત્રી કર્ફયુથી વેપાર-ધંધા પડી ભાંગ્યા : સમય ઘટાડવો જરૂરી

રાજકોટ, તા., ૫: રાજકોટ ચેમ્બર દ્વારા ગઇકાલે એક વેબીનાર યોજાયો હતો. જેમાં કોરોનાને અટકાવવા તથા વેપારીઓ એસો. શું ઇચ્છે છે તે જાણવા પ્રયાસ થયો હતો. જેમાં નીચે મુજબના સુચનો થયા હતા.

(૧) શહેરમાં પાંચ દિવસ છુટ આપી શનીવાર-રવીવાર કફર્યુ રાખવો જોઇએ. એટલે કે શુક્રવારના રાત્રીના ૧૧ થી સોમવારના ૬ સુધી કફર્યુ હોવો જોઇએ જેથી કરીને પણ કોરોના હળવો બની શકે છે અને કોરોનાની સાયકલ ટુટી શકે. (ખાસ ઉદ્યોગો માટે બુધવારે લાઇટ ન જવી જોઇએ જેથી ઉદ્યોગો ચાલુ રહી શકે)

(ર) કોરોનાને કાબુમાં લેવા માટે ૪પ વર્ષથી વધુના લોકોને વેકસીન આપવાની સરકારીની કામગીરી ચાલુ છે તે સરાહનીય છે. પણ રાજયના ચાર મહાનગરોમાં ર૦ વર્ષથી ઉપરની તમામ વ્યકિતને રસી આપવામાં આવે તો  કોરોનાને કાબુમાં લાવી શકાય તેવું અમારૂ માનવું છે જે અંગે કેન્દ્ર તથા રાજય સરકારમાં પણ અમે રજુઆત કરેલ છે.

(૩) દિવસ દરમ્યાન જયા લોકોના ટોળાઓ ભેગા થાય છે. ત્યા પોલીસ દ્વારા કંટ્રોલ કરવામાં આવે અને લોકોને પણ જાગૃત કરવામાં આવે, કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છ.ે

(૪) રેસ્ટોરન્ટ તથા હોટલોને કફર્યુંના સમય પછી પાર્સલ સેવા ચાલુ રાખવા દેવી જેથી કરીને નાના વેપારીઓનો ધંધો ભાગી ન જાય.

(પ) રાત્રી કફર્યુનો સમય જે ૯ વાગ્યાનો છે તે ઓછામાં ઓછો ૧૧ વાગ્યાનો હોવો જોઇએ જેથી કરીને -નાના-મોટા વેપારીઓ તથા શીફટમાં ચાલતા ઉદ્યોગોને મુશ્કેલી ન પડે.

(૬) માસ્ક પહેરવું ફરજીયાત છે સાથોસાથ શોશ્યલ ડિસ્ટન્સ રાખવું તથા વેકસીન લેવી પણ જરૂરી છ.ે

(૭) ઘણાબધા એસોસીએશનો તથા પ્રજાની ફરીયાદ આવેલ છે કે ઘણી ખાનગી હોસ્પીટલો મનફાવે તેમ ચાર્જીસ લે છે તો આ અંગે પણ સરકારશ્રીએ નિયંત્ર નાખવું જોઇએ. અને આ કામગીરી અટકાવી જોઇએ. ડોકટરોએ પણ આવી મહામારીની કપરી પરિસ્થિતિમાં માનવતાનું કાર્ય કરવું જોઇએ. જે ઘણી ખાનગી હોસ્પીટલો કરી રહી છે.

વધુમાં વી.પી. વૈષ્ણવએ તમામ એસોસીએશનના મંતવ્યો જાણી જણાવેલ કે રાજકોટ ચેમ્બર દ્વારા રાત્રી કફર્યુ દુર કરવા અગર સમયમાં ઘટાડો કરવા, તેમજ ર૦ વર્ષથી ઉપરના તમામ લોકોને વેકસીન દ્વારા રાત્રી કફર્યુ દુર કરવા અગર સમયમાં ઘટાડો કરવા, તેમજ ર૦ વર્ષથી ઉપરના તમામ લોકોને વેકસીન આપવા અંગે કેન્દ્ર તથા રાજય સરકાર સમક્ષ રજુઆત કરેલ છે. અને તેનો અમલ તુરત થાય તે માટે રાજકોટ ચેમ્બર શકય તેટલા પ્રયાસો કરશે. તથા સાથોસાથ જણાવેલ કે લોકોમાં કોરોના અંગે જાગૃતતા આવે તે માટે આગામી સમયમાં હોસ્પીટલોના ડોકટરોને સાથે રાખી અવરનેશન સેમીનારનું આયોજન કરવામાં આવશે. વેપારીઓને તથા આમ જનતાને અપીલ છે કે માસ્ક પહેરે બધા સોશ્યલ ડિસ્ટન્સ જાળવે, વગેરે અંગે સાવચેતી રાખવા જણાવેલ. સમગ્ર વિડીયો કોન્ફરન્સનું સંચાલન તથા આભારવિધિ ચેમ્બરના માનદ્દ મંત્રીશ્રી નૌતમભાઇ બારસીયાએ કરેલ. તેમ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:49 pm IST)