Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ન્‍યારી -૧ ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ : નીરને વધાવતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ : રાજયના સંવેદનશીલ અને રાજકોટ સતત ચિંતા કરી રહેલ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉનાળાની ઋતુ શરૂ થાય તે પહેલા જ શહેરને પીવાના પાણીની મુશ્‍કેલી ન પડે તે માટે ૩ માર્ચથી આજી-૧ ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરેલ. ગઈકાલ તા.૦૪/૦૪/૨૦૨૧નાં રોજ ન્‍યારી-૧ ડેમમાં પણ નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવેલ. જેના અનુસંધાને મેયર ડો.પ્રદીપ ડવ, ગુજરાત મ્‍યુનિસિપલ ફાઇનાન્‍સ બોર્ડના અધ્‍યક્ષ ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્‍ય અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવાંગભાઈ માંકડ, વિગેરેએ ન્‍યારી-૧ની મુલાકાત લઇ નર્મદાના પાણીના વધામણા કરેલ. તેમજ માન.મુખ્‍યમંત્રીશ્રીનો આભાર વ્‍યક્‍ત કરેલ. ન્‍યારી-૧ ડેમ પર સિટી એન્‍જી. કામલીયા તથા સબંધક સ્‍ટાફ ઉપસ્‍થિત રહેલ. આજી-૧ ડેમમાં તા.૦૩ માર્ચથી તા.૨૭ માર્ચ સુધી ૬૫૦ એમ.સી.એફ.ટી. નર્મદાનુ પાણી ઠાલવવામાં આવેલ અને ડેમની પાણીની સપાટી ૨૭ ફૂટથી વધુ પહોચેલ. જયારે ન્‍યારી-૧ ડેમની કુલ સપાટી ૨૫ ફૂટ છે. હાલમાં, ૧૭ ફૂટની સપાટી છે. ગઈકાલથી નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ થયેલ છે. લગભગ ૧૫૦ ફૂટ એમ.સી.એફ.ટી. પાણી ઠાલવવામાં આવશે. ઉનાળા ઋતુ દરમ્‍યાન શહેરને દૈનિક ૨૦ મિનીટ પાણી મળતું રહેશે.તેમ મેયરની સતાવાર યાદીમાં જણાવાયું છે.

 

(4:36 pm IST)