Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલ મહિલા આરોપીની આગોતરા જામીન અરજી રદ

રાજકોટ તા. પઃ હનીટ્રેપના ગુન્‍હામાં મહિલા આરોપીની આગોતરા જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ૧૦-૩-ર૧ ના રોજ ફરિયાદી રમણજી ચંદ્રેશ્‍વરપ્રસાદ યાદવ રહે. અવધ રેસીડેન્‍સી જામનગર રોડ મુળ બિહાર બાગને એકસ્ત્રીનો ફનો આવેલઅ ને તે મહિલાએ ફોનમાં મિત્રતા કરવાની વાત કરેલ અને મળવા માટે માધાપર ચોકડી પાસે બોલાવેલ ફરીયાદી તેને મળવા જતા હનીટ્રેપમાં ફસાય ગયેલ અને તે ગુન્‍હામાં આરોપી મહિલા જીન્‍નત ઉર્ફે બેબી રફીકભાઇ મકવાણા એ સેસન્‍સ્‍ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ.

સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્‍હો છે અને આવા આરોપીઓ નિર્દોષ લોકોને તેમની જાલમાં ફસાવી પૈસા પડાવતા હોય છે અને ઘણા લોકો બદનામીના હિસાબે ફરીયાદ પણ કરતા નથી તેથી આવા આરોપીની જામીન અરજી રદ કરવા રજુઆત કરેલ તેને ધ્‍યાને લઇ સેસન્‍સ જજ શ્રી પી. એમ. ત્રીવેદીએ આગોતરા જામીન અરજી રદ કરેલ હતી. આ કામમાં સરકાર તરફે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(4:31 pm IST)