Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કાલે ભાજપનો ૪૨ મો સ્થાપના દિવસ

કાર્યકરો તમામ બુથ પર અને ઘરે ઘરે ઝંડી લગાવી ખુશી વ્યકત કરશે : મિરાણી-કોઠારી-રાઠોડ

રાજકોટ તા. ૫ : આવતીકાલે ભાજપનો ૪૨ મો સ્થાપના દિવસ હોય શહેરના ૯૯૧ બુથ પર તેમજ ઘરે ઘરે ભાજપના કાર્યકરો ઝંડા - ઝડી લગાવી ખુશી વ્યકત કરશે. તેમ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

તેઓએ જણાવ્યુ છે કે ૬ એપ્રિલ ૧૯૮૦ ના મુંબઇના સમતાનગર ખાતે અટલ બિહારી બાજપેયીજીના નેતૃત્વમાં ૧૧ સભ્યોથી સ્થપાયેલી ભારતીય જનતા પાર્ટી આજે નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ, જે. પી. નડ્ડાના નેતૃત્વમાં ૧૭ કરોડ સભ્યો સાથે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. તેના પાયામાં સંઘ અને જનસંઘની વિચારધારા તેમજ અર્પણ, તર્પણ અને સમર્પણની ભાવનાના કારણે લોકહ્ય્દયમાં ભાજપે સ્થાન મેળવી લીધુ છે.

ભાજપના કાર્યકર્તાઓ ગૌરવભેર કાલે પોતાના ઘર પર ભાજપનો ભગવો લહેરાવી પક્ષની વિચારધારાને મજબુત બનાવશે. તેમ શ્રી મીરાણી, શ્રી કોઠારી અને શ્રી રાઠોડે યાદીના અંતમાં જણાવેલ છે.

ઉદયભાઇ કાનગડને આવકાર

પ્રદેશ ભાજપની યોજના અનુસાર સંગઠન સંરચનાની કામગીરી હાથ ધરાતા શહેર ભાજપ અગ્રણી અને પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડની પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે નિમણુંક થતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા સહીતનાએ આવકારી અભિનંદન પાઠવેલ.

(4:20 pm IST)