Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કોરોના ગંભીર ઇફેકટઃ રાજકોટમાં હોટલો-નાની પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવીડ સેન્ટર

કલેકટર તંત્રનો મહત્વનો નિર્ણયઃ બપોર બાદ હોટલ સંચાલકો-IIM સર્જન-ફીઝીશયન ડોકટર એશોે. સાથે મહત્વની મંત્રણા : સીવીલમાં ૬૦ બેડો વધાર્યાઃ સુર્યકાંત હોટલમાં ૩૦ બેડનું સીસીસી શરૃઃ સ્ટરલીંગમાં ૧૮ તો જીનેસીસમાં કાલથી ર૧ બેડોનો વધારો : રાજકોટમાં રેમેડેસીવીર ઇન્જેકશનનો કોઇ પ્રોબ્લેમ નથીઃ ગઇકાલે ૮૦૦નો જથ્થો આવ્યો આજે બીજો આવશે ગોંડલ-જેતપુર-ધોરાજીમાં ખાનગી હોસ્પીટલમાં ૧૦૦ બેડ આજથી વધારો સીવીલમાં ૮ કેદીને કોરોના પોઝીટીવ : બે દિવસ રેનબસેરામાં ખસેડવા આદેશો સમરસમાં ૧૧૦ બેડ વાળી વધુ એક વ્હીંગ પણ શરૂ કરાઇ આરોગ્યમંત્રી-મુખ્ય સચિવની વીસીમાં માસ્ક વિનાના લોકો ઉપર તુટી પડવા આદેશોઃ ટેસ્ટીંગ વધારવા-વેકસીનેશન બેડો વધારવા કલેકટરને સુચના

રાજકોટ તા. પ : આજે સવારે ૧૦ાા વાગ્યે રાજયના આરોગ્ય મંત્રી શ્રી જયંતિરવી-મુખ્યસચિવ શ્રી અનિલ મુકીમ તથા અન્યો દ્વારા રાજય ભરના કલેકટર-ડીડીઓ-ડીએસપી-પોલીસ કમિશ્નરશ્રી સાથે કોરોના વાઇરસના કેસો-બેડ-વેકસીન સોશ્યલ ડીસ્ટન્સ કોન્ટેક ડ્રેસીંગ ટેસ્ટીંગ માસ્ક વિનાના રખડતા લોકો અંગે રીવ્યુ કરાયો હતો, ખાસ કરીને વીશ્વમાંપોલીસ કમિશ્નર ડીએસ.પી. ડીડીઓને માસ્ક વિના રખડતા લોકો ઉપર તુટી પડવા, કડકમાં કડક હાથે કામ લેવા અને ધડાધડ પગલા લેવા ટીમો ઉતારવા આદેશો કર્યા હતા. એકટીવ મુજબ રાજકોટમાં હજુ ૬૦ થી ૭૦ ટકા લોકો માસ્કત વિના રખડી રહ્યા છે, તે ગંભીર બાબત છે.

દરમિયાન આ વીસીબાદ એડી.કલેકટર શ્રી પરીમલ પંડયાએ પત્રકારોને જણાવ્યું હતું કે કોરોનાના કેસો વધતા માઇન્ડ લક્ષણો ધરાવતા  દર્દીઓ કે જેઓ ચાર્જ ચુકવીને દાખલ થવા માંગે છે. તે લોકો માટે શહેરની વિવિધ હોટલો અને નાની હોસ્પીટલોમાં સીસીસી એટલે કે કોવીડ કેર

સેન્ટર ઉભી કરવાનો નિણર્ય લીધો છે, આ માટે હોટલ એસો.તથા આઇઆઇએમના ડોકટરો, સર્જન એસો., ફીઝીશયલ એસો.વિગેરે સાથે બપોર બાદ મહતવની મંત્રણા કરાશે અને હોટલો તથા ડોકટરો વચ્ચે સંકલન સાધી આવા ટેન્કો શરૂ કરાશે.

તેમણે જણાવેલ કે, સુર્યકાંત હોટલમાં રપ થી ૩૦ બેડવાળુ આવુ ટેન્ક શ્રેયસ હોસ્પીટલે શરૂ કરી દીધુ છે આ ઉપરાંત સ્ટર્લીંગ હોસ્પીટલમાં ૧૮ બેડો વધશે, તો જીનેસીસમાં ર૧ બેડવાળી કાલથી હોસ્પીટલ શરૂ થશે. તેમજ સીવીલ હોસ્પટલમાં પણ આજથી ૬૦ બેડ અમે વધારી રહ્યા છીએ, તેમજ સમરસ હોસ્ટેલમાં પણ ૧૧૦ બેડની બીજી વ્હીંગ ઓકસીજનવાળી શરૂ કરી દેવાઇ છે.

એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે માસ્ક વિનાના લોકો સામે કડક પગલા લેવા અંગે પણ શહેર-જીલ્લામાં કાર્યવાહી કરી રહ્યા છીએ.

દરમિયાન ડીડીઓ શ્રી રાણાવસીયાએ અકિલાને જણાવ્યું હતું કે, ગોંડલ, ધોરાજી, જેતપુરમાં ૧૦૦ બેડવાળી પ્રાઇવેટ હોસ્પીટલ આજે અથવા કાલે શરૂ થઇ જશે, ધોરાજીમાં તો તૈલી હોટલમાં સીસીસી શરૂ કરી દેવાયું છે તેમજ વીરનગરમાં જે ૧૦૦ બેડની હોસ્પીટલમાં ઓકસીજન લાઇન નાંખવાનું શરૂ કર્યુ છે.

દરમિયાન સીવીલ હોસ્પીટલમાં જેલના ૮ કેદીઓને કોરોના પોઝીટીવ હોઇ તે તમામને બેડીપરા ખાતે આવેલા રેનબસેરામાં ખસેડી લેવા અંગે કલેકટરે આદેશ કરતા પોલીસ અને કોર્પોરેશન દ્વારા બેરીકેટ સહિતની કાર્યવાહી શરૂ કરાઇ છે.

(3:34 pm IST)