Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

મુખ્યમંત્રી રાહત ફંડમાં પ.૭૧ લાખ જમા કરાવતા પદાધિકારીઓ

ભાજપના તમામ કોર્પોરેટરોએ ૧ માસનું વેતન ભથ્થુ ફંડમાં અર્પણ કરેલ જેનો ચેક જીલ્લા કલેકટરશ્રીને સુપ્રત

ભાજપ કોર્પોરેટરોના ૧ મહીનાના વેતન થકી ભેગુ થયેલ પ.૭૧ લાખના ફંડનો ચેક મેયર -સ્ટેન્ડીંગ ચેરમેન, સહીતના પદાધિકારીઓએ કલેકટરશ્રીને મુખ્યમંત્રી રાહત ફંડ માટે અર્પણ કરેલ તે વખતની તસ્વીરઃ (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ તા. ૪ : કોરોના સંક્રમણની સ્થીતીમાંથી બચવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે રાજયના જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં દાતાઓ, સંસ્થાઓ, વ્યકિતઓ, સૌ કોઇ દાનની સરવણી વહાવે છે.ત્યારે ભાજપના કોર્પોરેટરોએ પણ પોતાનું એક મહિનાનુ વેતન મુખ્યમંત્રી ફંડમાં અપર્ણ કર્યુ છે.

આ અંગે મેયરશ્રીની યાદીમાં જણાવાયું છે કે વિશ્વ આખામાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. રાજયમાં પણ સરકાર દ્વારા કોરોના વાઇરસ સામે સાવચેતીરૂપે અનેકવિધ કર્યો થઇ રહ્યા છે. જેમાં સહાયભૂત થવાની ભાવના સાથે રાજકોટ મહાનગરપાલિકાનાભાજપાના કોર્પોરેટરોએ માર્ચ ૨૦૨૦ માસનું માનદવેતન મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં આપવાનો નિર્ણય કરેલ, જે અનુસંધાને આજ શાસક પક્ષના કોર્પોરેટરોના માનદવેતનની રકમ રૂ.૫.૭૧ લાખનો ચેક મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રાજકોટ જિલ્લા કલેકટર  રેમ્યા મોહનને સુપ્રત કરતા મેયર બિનાબેન આચાર્ય,  શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર વિગેરે નજરે પડે છે.

(3:57 pm IST)