Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

રાજકોટને સતત પાંચમા દિવસે રાહત : શહેર -ગ્રામ્યમાથી લેવાયેલ 15 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ : એક રિપોર્ટ બાકી

લોકડાઉન અને સોશ્યલ ડીસ્ટન્સના ચુસ્ત અમલને પગલે કોરોનાનો ચેપ અટક્યો

રાજકોટ : રંગીલા રાજકોટને કોરોનાના કહેરથી સતત પાંચમા દિવસે રાહત મળી છે રાજકોટ શહેર અને ગ્રામ્યમાંથી લેવાયેલ સેમ્પલ કોરોના ટેસ્ટ માટે મોકલાયા હતા  તેના રિઝલ્ટ આવી ચુક્યા છે. આજે પરીક્ષણમાં મોકલાયેલા 16 સેમ્પલમાંથી 15 સેમ્પલ નેગેટિવ આવ્યા છે અને એક દર્દીનો રિપોર્ટ આવવો બાકી છે એટલે કે આજે પણ રાજકોટમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.રાજકોટમાં લોકડાઉનના કડક અમલ અને સોશ્યલ ડીસ્ટન્સનું ચુસ્ત પાલનને પગલે કોરોનાનો ચેપ અટક્યો છે

(11:59 pm IST)