Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

રઘુવંશી ફ્રેન્ડસ લેડિઝ કલબ દ્વારા રવિવારે ફેશન શો

રાજકોટ તા. ૫ : રઘુવંશી ફ્રેન્ડસ લેડીઝ કલબ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિતે તા. ૭ ના રવિવારે સાંજે ૪ વાગ્યાથી હોટલ કલાસીક, બેન્કવેટ હોલ, ૧૦ મો માળ, સુદર્શન કોમર્શીયલ સેન્ટર, લીમડા ચોક ખાતે ફેશન શો નું આયોજન કરાયુ છે.

સભ્યો માટે એન્ટ્રી ફ્રી છે. જયારે ગેસ્ટ બહેનો અને બાળકો માટે એન્ટ્રી ફી રૂ.૧૦૦ અને સોલો પરફોર્મન્સ માટે રૂ.૫૦ છે. નામ નોંધાવવા પ્રમુખ જાગૃતીબેન ખીમાણી  મો.૭૮૭૮૦ ૩૬૧૪૧, ઉપપ્રમુખ સીયા પુજારા મો.૭૭૭૯૦ ૪૪૯૩૫ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

સમારોહમાં મહેમાન તરીકે શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી અને શ્રીમતી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહેશે.

મનીષાબેન ભગદેવ, મીનાબેન લાખાણી, પારૂલબેન જોબનપુત્રા, શીતલબેન નથવાણીના સહયોગથી આયોજીત આ કાર્યક્રમને સફળ બનાવવા રોનકબેન પારેખ, લીમાબેન પુજારા, પ્રીતિબેન પારેખ, કરૂણાબેન સોમૈયા જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(4:43 pm IST)