Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ડેટા એન્ટ્રીના કોન્ટ્રાકટ આપી ૩૮.૮૮ લાખની ઠગાઇમાં ૧૮ વર્ષથી ફરાર જયેશ પારેખ પકડાયો

ક્રાઇમ બ્રાંચની ટીમે સોફટવેર એન્જીનીયરને પુનાથી દબોચ્યો : નોકરી મળી જતા તે પુના સ્થાઇ થઇ ગયો હતો

રાજકોટ,તા. ૪: ગ્રાંધીગ્રામ વિસ્તારમાં ડેટા એન્ટ્રીના જોબવર્ક માટે કોન્ટ્રાકટ આપી કરાર કર્યા બાદ ડીપોઝીટ પેટે રૂ. ૩૮,૮૮,૨૦૦ની છેતરપીડીંના ગુનામાં ૧૮ વર્ષથી ફરાર સોફટવેર એન્જીનીયરને ક્રાઇમ બ્રાંચની ટીમે પુનાથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ૨૦૦૩માં નોંધાયેલ રૂ. ૩૮,૮૮,૨૦૦ની છેતરપીંડી આચરનાર શખ્સ મહારાષ્ટ્રના પુનાના વણાવ શેરી ખાતે રહેતો હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા તથા દિગ્વીજયસિંહ જાડેજાને બાતમી મળતા પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ.વી.રબારી, એ.એસ.આઇ જયુભા પરમાર, હેડ કોન્સ. પ્રતાપસિંહ, જે.પી. મેવાડા, હરદેવસિંહ જાડેજા, એભલભાઇ બરાલીયા, પુષ્પરાજસિંહ તથા સોકતભાઇ ખોરમ સહિતે જયેશ સુરેશ ચંદ્રભાઇ પારેખ (ઉવ.૪૦) (રહે. હનુમાન મઢી રૈયા રોડ હાલ પુના, વણાવશેરી, ટેમ્પો ચોક, શાંતિકુજ એપાર્ટમેન્ટ)ને પુનાથી પકડી લીધો હતો. જયશે એન્જીનીયર છે તેણે ૨૦૦૩માં હનુમાન મઢી પાસે 'મૈત્રી કોમ્પ્યુટર' નામે ઓફીસ ધરાવી ડેટા એન્ટ્રીના જોબવર્ક માટે કોન્ટ્રાકટ આપવાનું કામ કરતો હતો. તેણે લક્ષ્મીવાડી શેરી નં. ૧૬/૫માં ગાયત્રી કોમ્પ્યુટર વાળા વિમલભાઇ સુરેશભાઇ ચૌહાણ તથા અન્ય લોકો પાસે જોબવર્ક માટે કોન્ટ્રાકટ આપી કરાર પેટે મોટી રકમ મેળવી લઇ કરાર મુજબ રૂપિયા પરત આપી રૂ. ૩૮,૮૮,૨૦૦ની છેતરપીંડી આચરતા ગાંધીગ્રામ પોલીસ મથકમાં જયેશ પારેખ તેના બનેવી સંજય રમેશભાઇ કોઠારી (રહે. રૈયા રોડ ચંદનપાર્ક મેઇન રોડ) વિરૂધ્ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યારથી જયેશ પારેખ ભાગી ગયો હતો અને તે પુનામાં રહેતો હતો તે સોફટવેર એન્જીનિયર હોઇ જેથી છ માસ ડેટા એન્ટ્રીનું કામ કરેલ બાદ દિલ્હી ખાતે એક વર્ષ ડેટા એન્ટ્રીનું કામ કરેલ બાદ તે ફરી પુના ખાતે નોકરીની શોધતા તેને આઇબીએમ ઇન્ડીયા પ્રા.લી.નામની કપંનીમાં સોફટવેર એન્જીનીયર તરીકે નોકરી મળી જતા તે પૂના સ્થાઇ થઇ ગયો હતો. ૨૦૦૮માં રાજકોટમાં તેના પિતાનું અવસાન થતા તે રાજકોટ આવેલ નહીં અને પોતાની ઓળખ છુપાવી રાખવા માટે નોકરીના સરનામાના આધારે બેંક એકાઉન્ટ વગેરે મેળવી તેના આધારે નવા એડ્રેસ પ્રુફ જેવા કે આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ વગેરે હાલના પૂનાના સરનામાના મેળવી લીધા હતા. બાદ પોતે મુંબઇમાં ગુજરાતી યુવતી સાથે લગ્ન કરી લીધા તેની જાણ પોતાના સગાસંબંધીને પણ કરી ન હતી. આ અંગે ક્રાઇમ બ્રાંચની ટીમે જયેશને ઝડપી લઇ ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

(4:41 pm IST)
  • યોગી આદિત્યનાથ સરકાર દુનિયાભરના રામ ભક્તોને એક અનોખી ભેટ આપવા જઈ રહી છે. રામાયણ ના વૈશ્વિક એનસાયકલોપેડિયાની પ્રથમ આવૃત્તિ પ્રકાશન માટે તૈયાર થઈ ગઈ છે. સીએમ યોગી આદિત્યનાથ, જાનકી નવમીના અવસરે આ ઐતિહાસિક આવૃત્તિનું વિમોચન કરશે. access_time 11:11 pm IST

  • કોરોના પ્રોટોકોલ તોડીને વૈષવોદેવીની યાત્રાએ ગયા પોઝીટીવ દર્દી : ફરિયાદ દાખલ :હોમ આઇસોલેશનમાં રખાયેલા કોરોના દર્દીઓ વૈષ્ણો દેવીની યાત્રાએ પહોંચ્યા :આરોગ્ય વિભાગે ત્રણ લોકો સામે ગુનો નોંધ્યો: સદર કોટવાલી ક્ષેત્રનો શ્રીપાલ બિહાર કોલોનીસ્કૂલની છોકરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો:તેના માતા-પિતાની પણ તપાસ કરતા તેઓને પણ ચેપ લાગ્યો હતો: આરોગ્ય વિભાગે પરિવારને એકાંત રહેવાની સલાહ આપી હતી. પરંતુ યુવતીના માતા-પિતા વૈષ્ણો દેવીની યાત્રાએ નીકળ્યા હતા access_time 1:03 am IST

  • દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધ્યા : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એકિટવ કેસમાં પણ વધારો : રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં કોરોનાના નવા ૧૬,૮૨૪ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા ૧,૧૧,૭૩,૫૭૨ થઇ : એકિટવ કેસ ૧,૭૩,૩૬૪ થયા વધુ ૧૩,૭૮૮ દર્દીઓ સ્વસ્થ થતાં કુલ ૧,૦૮,૩૮,૦૨૧ થયા : વધુ ૧૧૩ લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક ૧,૫૭,૫૮૪ થયા : દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા ૮૯૯૮ નવા કેસ નોંધાયા access_time 2:33 pm IST