Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

બી.એસ.એન. એલ.નાં નિવૃત્તો અને ફેમીલી પેન્શનર્સ દ્વારા વિવિધ માંગણીઓઃ૧૬ મીએ ધરણા

બાકી વી.આર. એસ. રકમ મેડીકલ બીલ વગેરે વહેલી તકે ચુકવવા માંગણી

બી.એસ. એન. એલનાં નિવૃત્ત કર્મચારીની સંસ્થા દ્વારા હિંમતનગર ખાતે યોજાયેલ કાર્યક્રમ ત્થા એટન્ડ-ડેની તસ્વીર ઝલક

રાજકોટ, તા. પ :  ઓલ ઇન્ડિયા બીએસએનએસ ડોટ પેન્શનર્સ એશોસીએશન દ્વારા ભારત ભરમાં ડીસ્ટ્રીકટ બ્રાંચો તથા સર્કલ બ્રાંચો તથા સર્કલ બ્રાંચો દ્વારા બીએસએનેઅલના નિવૃત કર્મચારી તથા ફેમીલી પેન્શનર્સના તા. ૦૧-૦૧-ર૦૧૭ થી પગાર પંચથી ડીલીંક કરી પેન્શન રીવીઝન તા. ૦૧-૧૦-ર૦ર૦ થી બંધ કરેલ મોંધવારી ચુકવવા બીએસએનએલ વીઆરએસની બાકી રહેતી ૮ ટકા રકમ ચુકવવા સીજીએચએસની રકમ તથા મેડીકલના બાકી બીલની ચુકવવા તથા અન્ય માંગણીના અનુસંધાને તા. માર્ચે ધરણા કાર્યક્રમો યોજવામાં આવનાર છે.

તા. ર૬-૦ર-ર૦ર૧ના કોલ એટેન્ડ ડેના સંચારમંત્રીશ્રી સેક્રેટરીશ્રી ડીપાર્ટમેન્ટ ટેલીકોમ તથા બીએસએનએલને ઇ-મેઇલ દ્વારા ભારત ભરની ડીસ્ટ્રીકટ તથા સર્કલ બ્રાંચો દ્વારા બીએસએનએલના નિવૃત્ત કર્મચારી તથા ફેમેલી પેન્શનર્સના તા. ૦૧-૦૧-ર૦૧૭ થી પગાર પંચથી ડીલીંક કરી (જુદા પાડી) પેન્શન રીવીઝન તથા ૦૧-૧૦-ર૦ર૦ થી બંધ કરેલ મોંઘવારી ચુકવવા બીએસએનએલ વીઆરએસની બાકી રહેતી ૮ટકા રકમ ચુકવવા, મેડીકલના બાકી બીલ ચુકવવા બીએસએનએલના વીઆરએસ રીયારીને કલમ ૧પ૪ ઇન્કમ ટેકસ મુજબ આપેલી નોટીસ અંગે યોગ્ય કરવા સીજીએચએસ મેડીકલ સ્કીમ સ્વીકારના બીએસએનએલ નિવૃત્ત કર્મચારીને તેને ભરેલ તા. ૦૧-૦૪-ર૦૧૯ થી બાકી રહેનારને રકમ ચુકવવા તથા અન્ય માંગણીના અનુસંધાને યોગ્ય કરવા માંગણી કરશે.

કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવા માટે બીએસએનએલના નિવૃત કર્મચારી તથા ફેમેલી પેન્શનર્સના સુધીનું મોંઘવારી ભથ્થુ બેઇઝ પેન્શનમાં ઉમેરી ૧પટકા ફીટમેન્ટ સાથે તા. ૦૧-૦૧-ર૦૧૭ થી પેન્શન રીવીઝન કરવાની માંગણી માટે ભારતભરમાં તા. ૧૬ માર્ચ ધરણા અંગેના કાર્યક્રમ યોજશે અને માંગણી અંગે યોગ્ય સંચારમંત્રી, સેક્રટરીશ્રી ડીપાર્ટમેન્ટ ટેલીકોમ તથા બીએસએનએલને ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે. એન.એન. પટેલ, જે.જી. નાયક શ્રી એન.જે. દેસાઇ, વી.એસ. સરૈયા, શ્રી એમ. કે. દવે સી.યુ. દીવેદી ગુજરાતના આગેવાનોએ કાર્યક્રમો યોજના અને સફળ બનાવવા દરેક ડીસ્ટ્રીકટ બ્રાંચને અપીલ કરેલ છે. મનુભાઇ ચનિયારા ગુજરાતના સર્કલ સેક્રેટ્રી તથા રાષ્ટ્રીય સંગઠનમંત્રીનાં જણાવ્યા પ્રમાણે ગુજરાતભરમાં પણ ઓલ ઇન્ડિયા પેન્શનર્સ એશોસીએશન દરેક જિલ્લા બ્રાંચ દ્વારા તા. ૧૬ માર્ચે ધરણા યોજશે.

 

(4:30 pm IST)