Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

મ.ન.પા. સંચાલિત બાબુભાઇ વૈદ્ય લાઇબ્રેરીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો : ૭૭ બોટલ એકત્રીત

રાજકોટઃ મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઇ વૈધ લાઇબ્રેરી તથા ડે. કલેકટર પંકજસિંહજી જાડેજા મેમોરીયલ ગ્રુપ અને શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા  બાબુભાઇ વૈધ લાઇબ્રેરી, બાપા સીતારામ ચોક પાસે,પેરેડાઇઝ હોલ સામે, રૈયા રોડ પર તા. ૪ને ગુરૂવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી બપોરે ૨.૦૦ કલાક દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પનું  આયોજન કરવામાં આવેલ હતું. આ બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન કમલેશ મીરાણી, પ્રમુખશ્રી રાજકોટ શહેર ભાજપ, વિક્રમ પુજારા, મંત્રીશ્રી રાજકોટ શહેર ભાજપ, પુષ્કર પટેલ, જીતુભાઇ કાટોળીયા, આશાબેન ઉપાધ્યાય, દક્ષાબેન વસાણી, વોર્ડ નં.-૯ ના કોર્પોરેટર તથા પ્રદિપભાઇ નિર્મળ, પ્રમુખ વોર્ડ નં., હિરેનભાઇ સાપરીયા, મહામંત્રીશ્રી વોર્ડ નં.-૯ , એસીપી શ્રી દીયોરા તથા આ કેમ્પને સફળ બનાવનાર વિનયભાઇ જસાણી, અજયસિંહ જાડેજા તથા સર્વે ના હસ્તે કરવામાં આવેલ તથા હાજર રહેલ સર્વેનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવેલ હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા  થેલેસેમિયાના બાળકો માટે લોહીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે યોજાયેલ, જેમાં લાઇબેરીના સભ્યો તથા શહેરના કુલ ૭૭ નાગરિકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવેલ. આ પ્રસંગે બ્લડ ડોનેટ કરનાર નાગરિકોનું સરકારી હોસ્પિટલ દ્વારા પ્રમાણપત્ર આપીને સર્વેનું સન્માન કરવામાં આવેલ હતું.  આ કેમ્પને સફળ બનાવવા માટે સામાજીક સેવાના ભેખધારી એવા વિનય જસાણી દ્વારા ખુબજ જહેમત ઉઠાવવામાં આવેલ સાથે સાથે લાઇબ્રેરીયન  એન. એમ. આરદેશણા તથા આસી. લાઇબ્રેરીયન એસ, પી. દેત્રોજા, માનવેન્દ્રસિહં જાડેજા સીનીયર કલાર્ક તથા સ્ટાફ દ્વારા ખુબ મહેનત કરવામાં આવેલ. આ કેમ્પમાં રકતદાન માટે આવેલ રકતદાતાઓને ચા/કોફી તથા બિસ્કીટનો નાસ્તો રોહીતભાઇ શાહ તરફથી આપવામાં આવેલ. લાઇબ્રેરીના સભ્યો તથા શહેરના નાગરિકો તરફથી આ કેમ્પમાં બ્લડ ડોનેટ કરવા માટે ખુબ ઉત્સાહ જોવા મળેલ.

 

(4:03 pm IST)