Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવશ્રી નમ્રમુનિ મ.સા.નું રાજકોટમાં મંગલ પદાર્પણ : રવિવારે આંખનું ઓપરેશન

નવ મહિના સુધી ગિરનાર ધરા પર અતુલ્ય શાસન પ્રભાવના કરીને : ગુરૂદેવ બે દિવસ શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન ખાતે સ્થિરતા કરશે : મહાસતીજી વૃંદ રોયલ પાર્ક ઉપાશ્રયમાં બિરાજમાન

રાજકોટ,તા. ૫:  શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના આંગણે નવ નૂતનદીક્ષિત આત્માઓ અને પરમ ગુરુદેવનું ભકિતભીનું સ્વાગત કરવામાં આવ્યું

સમગ્ર વિશ્વને અસરમાં લેનારી કોરોના મહામારીના અતિ વિષમ કાળમાં પણ ગિરનારની ધન્ય ધરા પર દેશ-પરદેશના લાખો ભાવિકોને ધર્મબોધ પમાડતું વર્ષ ૨૦૨૦નું અભૂતપૂર્વ ઐતિહાસિક ચાતુર્માસ કર્યા બાદ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે રાજકોટ મહાનગરીમાં મંગલ પધરામણી કરતાં સર્વત્ર મંગલતા છવાઈ ગઈ હતી.

રાજકોટના શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પોષધશાળા-ઓમાનવાળા ઉપાશ્રયના આંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ તેમજ પૂજય ડો. ડોલરબાઈ સ્વામી આદિ ઠાણા સાથે ગિરનાર ધરા પર ગત ૧૪ ફેબ્રુઆરીના દિને દીક્ષા અંગિકાર કરનારા નવ નૂતન દીક્ષિત એમ કુલ ૨૬ સંત- સતીજીઓ પધારતાં, અત્યંત ભાવભીનું સ્વાગત કરતા પૂજય શ્રી વનિતાબાઈ મહાસતીજી આદિ ઠાણાઓ સાથે રોયલપાર્ક સંઘના ચંદ્રકાંતભાઈ શેઠ આદિ, ગોંડલ સંપ્રદાયના પ્રવિણભાઈ કોઠારી તેમજ અનેક ભાવિકો સાથે ચતુર્વિધ સંઘ અત્યંત ભકિતભાવે ઉપસ્થિત થયાં હતાં.

ઉલ્લેખનિય છે કે, આંખનું ઓપરેશન કરાવવા માટે રાજકોટ પધારેલાં પરમ ગુરુદેવ બે દિવસ માટે રાજકોટના શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન ખાતે સ્થિરતા કરશે, મહાસતીજીવૃંદ રોયલ પાર્ક ઉપાશ્રયમાં બિરાજમાન છે.

ત્યાર બાદ તા. ૭ રવિવારના દિને રાજકોટની હોસ્પીટલમાં પરમ ગુરુદેવનું નિષ્ણાંત ડોકટર્સ દ્વારા ઓપરેશન કરવામાં આવશે.કોરોના મહામારીને લક્ષમાં રાખીને તેમજ સહુની સુરક્ષા જાળવવાના હેતુથી દરેક ભાવિકોને પરમ ગુરુદેવ તેમજ સંત-સતીજીઓના દર્શન-વંદન અર્થે વિવેક રાખીને આવવા નમ્ર વિનંતિ કરવામાં આવી છે.

(4:02 pm IST)
  • ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક : કેરળ,પુડુચેરી અને તામિલનાડુની સીટ માટે ચર્ચા થશે :પાર્ટી તબક્કાવાર ઉમેદવારોના નામની કરશે જાહેરાત : પશ્ચિમ બંગાળના ઉમેદવારોની યાદી સોમવાર બાદ જાહેર થવા સંભવ :બંગાળ વિધાનસભાના 60 ઉમેદવારોના નામ ફાઇનલ થઇ ચુક્યાનું મનાય છે access_time 12:31 am IST

  • મ્યાંમાંરમાં જબરી હિંસાઃ ૧૯ પોલીસ કર્મચારી ભાગીને ભારત ભેગા.... : મ્યાંમાંરમાં ભારે હિંસા સર્જાઇ છે. ૧૯ પોલીસકર્મી ભાગીને ભારત પહોંચ્યા છે. શરણ માગ્યું છે. આ તમામ મ્યાનમારની સરહદે આવેલા પૂર્વ-પૂર્વ રાજ્ય મિઝોરમના બે જિલ્લા ચંપાઈ અને શેરચિપ થઈને ભારતમાં પ્રવેશ્યા છે. બધા લોકો નીચલા ક્રમાંકિત પોલીસ અધિકારીઓ છે. તેઓ ભારતની સરહદ પર આવ્યા ત્યારે તેમની પાસે કોઈ હથિયાર નહોતા. access_time 3:45 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસમાં ઝડપી વધારો : નવા કેસ કરતા રિકવર થનારની ઘટતી સંખ્યા : એક્ટિવ કેસમાં પણ વધારો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 18,292 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,11,91,864 થઇ :એક્ટિવ કેસ 1,77,389 થયા વધુ 14,162 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,08,52,174 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,693 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 10,216 નવા કેસ નોંધાયા access_time 1:04 am IST