Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

વિદેશી દારૂના ગુનાના કામે કબ્જે થયેલ કારનો કબજો પરત સોંપવા કોર્ટનો હુકમ

રાજકોટ,તા. ૫: રૂ.૧૧,૩૭,૬૦૦ના વિદેશી દારૂના ગુન્હાના કામે પકડાયેલ અર્ટીકા કારનો કબજો અરજદારને પરત સોંપવા હુકમ અદાલતે ફરમાવેલ હતો.

આ કામમાં તા. ૧૫/૧૨/૨૦૨૦ના રોજ ડી.સી.બી. પો.સ્ટે.ના ફરીયાદી પોલીસ કોન્સ્ટેબલ હિરેન ગોપાલભાઇ સોલંકી તથા પી.એસ.આઇ. એસ.વી.સાખરા વિગેરે પોતાના સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને ખાનગી રાહે માહિતી મળેલ કે કુવાડવા જી.આઇ.ડી.સી.માં એપેક્ષ ફુડસ નામના ગોડાઉનમાં ટ્રક નં. એચઆર૫૫એલ૫૭૩૨માં ગેરકાયદેસર વિદેશી દારૂ ભરેલ છે અને તેનુ કટીંગ થવાનુ છે જેથી પોલીસે ઉપરોકત સ્થળે પંચોને સાથે રાખીને રેડ કરતા વિદેશી દારૂની સીલ પેક બોટલો મેકડોલ નં. ૧ નંગ ૨૩૬૪ તેમજ રોયલ ચેલેન્જ વીસ્કી નં. ૩૮૪ તથા સ્થળ પરથી એક કવાસીલ કાર, એસન્ટ કાર, ઓપ્ટ્રા કાર તથા આર્ટીગા કાર, દારૂ તથા ટ્રક વિગેરે મળી રૂપિયા ૩૪,૭૪,૬૦૦ નો મુદ્દામાલ પકડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ડી.સી.બી. પો.સ્ટે. મુજબ ગુન્હો દાખલ કરેલ હતો.

ત્યારબાદ આ કામમાં અર્ટીગા કાર જેના રજી. નં. જીજે -૦૩એફકે૯૦૦૪ ના માલીકે નામ. ચીફ કોર્ટમાં એડવોકેટ અમિત એન. જનાણી મારફત પોતાની ગાડી છોડવા અરજી કરેલ. જેમાં દલીલો તથા રેકર્ડ પરનો પુરાવો ધ્યાને લઇ ચીફ કોર્ટના જજશ્રી એસ.વી.મનસુરીયાએ મુદ્દામાલ ગાડી અરજદારને પરત સોંપવા હુકમ કરેલ હતો. જે કામે સદરહું કામમાં મુદ્દામાલ દારૂ રૂ. ૫ લાખની કિંમતની ઉપરનો હોય સ્પે. સરકારી વકીલશ્રીએ સદરહું હુકમ સ્ટે. કરાવી સેશન્સ અદાલતમાં રીવીજન દાખલ કરેલ. જે રીવીજન અરજી પણ એડી. સેશન્સ જજ એચ.એમ. પવારે ના-મંજુર કરેલ હતી અને લોઅર કોર્ટનો અરજદારને મુદ્દામાલ સોંપવાનો હુકમ કાયમ રાખેલ હતો.

આ કામમાં અરજદાર વતી રાજકોટના એડવોકેટ અમીતભાઇ જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર, ઇકબાલ થૈયમ રોકાયેલ હતા.

(4:02 pm IST)
  • રાજ્ય ની 6 મહાપલિકા ના પદાધિકારી ઓં ના નામ નક્કી કરવા સોમ વારે ભાજપ ની પાર્લામેમેન્ટ્રી બેઠક ગાંધીનગર મુખ્યમંત્રી વિજય ભાઈ ના નિવાસ સ્થાને આં બેઠક યોજાશે. જેમાં મેયર. ડૅ. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક નેતા, અને દંડક ના નામો નક્કી થશે. access_time 9:23 am IST

  • નરેન્દ્રભાઇની હાજરીમાં મિથુનદા ભાજપમાં જોડાશે : બોલીવુડના સુપ્રસિધ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઇ રહયા છે. તેઓ કોલકતા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરશે. access_time 4:39 pm IST

  • વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને કેમ્‍બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ્‍સ વીક (સેરાવી)નો મહત્‍વપૂર્વ એવોર્ડ એનાયત કરાશે : પીએમ મોદીને આજે ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડથી નવાજવામાં આવશેઃ ગ્‍લોબલ એનર્જી અને એન્‍વાયર્નમેન્‍ટ લીડરશીપ એવોર્ડ ૨૦૧૬માં શરૂ કરવામાં આવ્‍યો હતો : વૈશ્વિક ઉર્જા અને પર્યાવરણના ક્ષેત્રમાં પ્રતિબધ્‍ધ નેતૃત્‍વ માત્ર આ એવોર્ડ આપવામાં આવે છે. access_time 11:14 am IST