Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

જૂના હઠીલા રોગોના દર્દીઓ માટે આર્શીવાદરૂપ પુરવાર થતું સદ્દગુરૂ હોમિયોપેથીક કેન્દ્ર

ડો. કિંજલબેન ભાયાણીની અનન્ય સેવા : ફકત રૂ. ૩૦માં ૭ દિવસની અપાતી દવા કોરોના પછીના લક્ષણોમાં પણ હોમિયોપેથી સારવાર અકસીર

રાજકોટ : સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ સંચાલિત શ્રી સદ્દગુરૂ હોમિયોપેથીક કેન્દ્ર (સદ્દગુરૂ રોડ, કુવાડવા રોડ, સદ્દગુરૂ આશ્રમ) માં જૂના હઠીલા રોગો અને સાંધાના દુઃખાવાના નિદાન સારવારની સેવા રાહત દરે ચાલુ છે. જેમાં ફકત રૂ.૩૦ માં અઠવાડીયાની દવા આપવામાં આવે છે. ડો. કિંજલબેન ભાયાણી સોમવારથી શનિવાર સવારે ૧૦ થી બપોરે ૧ સુધી દર્દીઓને તપાસી રહ્યા છે. જૂના હઠીલા રોગો સાંધાના દુઃખાવા, સંધીવા, ગઠીયો વા, ફરતો વા, ગાદી ઘસાવી, સાયટીકા, આર્થરાઈટીસ, ઓસ્ટીઓ પોરાસીસ, સાંધાનો ઘસારો, સ્પોન્ડીલાઈસીઝ, ચામડીના રોગો, સોરીયાસીસ, ખરજવું, ખીલ, વાઢીયા, દાદર, કખવા, લાઈકન, ગુમડા, દમ, શ્વાસ, અસ્થમા, ચીકનગુનિયા, ડેન્ગ્યુ, સ્વાઈન ફલુ, જૂની કબજીયાત, એસીડીટી, હરસ મસા, સારણગાંઠ, માથાનો દુઃખાવો, થાઈરોઈડ, જૂની શરદી, જૂનો મરડો જેવા રોગોનું સદ્દગરૂ હોમિયોપેથીક કેન્દ્રમાં નિદાન કરી સારવાર આપવામાં આવે છે. કોરોના પછીના લક્ષણોમાં પણ હોમિયોપેથી સારવાર અકસીર છે. વધુને વધુ સંખ્યામાં જરૂરીયાતમંદ દર્દીઓએ હોમિયોપેથી કેન્દ્રનો લાભ લેવા સદ્દગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે.

(4:01 pm IST)