Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

BSNL આપને દ્વાર અંતર્ગત આંતરરાજ્ય મહિલા દિવસ સંદર્ભે ૧૪મીએ ૨૪૯નો પ્લાન તમામ મહિલાઓને 'મફત' આપવાની જાહેરાત

રાજકોટ, તા. ૫ :. બીએસએનએલ આપને દ્વાર.. તે અંતર્ગત તાજેતરમાં બીએસએનએલ દ્વારા જાહેર થયેલ સ્પે. પ્લાન રૂ. ૨૪૯માં ૬૦ દિવસ માટે અનલીમીટેડ કોલીંગ, દરરોજ ૧ જીબી ડેટા, ૧૦૦ એસએમએસ ફ્રીનોે પ્લાન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અનુસંધાને ઓરીજીનલ આધારકાર્ડ ઉપર તમામ બહેનોને ૧૪મીએ મફત અપાશે. ૧૪મીએ લોકો ૪ થી ૭ દરમિયાન સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ-રાજકોટ ખાતે આ પ્લાન મળી શકશે. વી.કેન ગ્રુપ દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત આ સ્પેશીયલ વ્યવસ્થા કરાઈ છે. જેમાં ડો. પીનાબેન કોટક, ડો. તૃપ્તીબેન કોટક, અશોકભાઈ હિંડોચા, સી.એમ. મજીઠીયા, રોહનભાઈ, વિરેનભાઈ, મેહુલભાઈ રવાણી, ભાવિન કોટેચા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:48 pm IST)