Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

શિષ્યો પનયનિયમ-૨૦૨૧ આયુર્વેદા અભ્યાસ કાર્યક્રમ

રાજકોટઃ  શ્રી યદુનંદન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત મુરલીધર આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનાં પ્રાંગણમાં બી.એ.એમ.એસ. (આયુર્વેદાચાર્ય) માં  પ્રવેશ મેળવનાર નવ- આગંતુક વિદ્યાર્થીઓનો 'શિષ્યોપનયનિયમ ર૦ર૦-ર૧' નામનો આયુર્વેદાભ્યાસ  પ્રારંભ નામનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે  મનોહરસિંહ જાડેજા, (ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ, ઝોન-૨, રાજકોટ) મેનેજીંગ ટ્રસ્ટી કરણભાઈ રાઠોડ, સંસ્થાનાં ડાયરેકટર ભાર્ગવભાઈ રાઠોડ, ટ્રસ્ટીશ્રી આનંદભાઈ રાઠોડ  કોલેજનાં આચાર્ય શ્રીમતી  પ્રો.(ડો.) સ્મિથાબેન ઉપસ્થિત રહયા હતા. આ  પ્રસંગે ડેપ્યુટી પોલીસ કમિશ્નર, ઝોન-ર, રાજકોટ શહેરનાં શ્રી જાડેજાએ વિદ્યાર્થીઓને સમયબદ્ધતા અને શિસ્તનું જીવનમાં મહત્વ આ વિષય પર ઉત્કૃષ્ટ માહિતી પૂરી પાડી હતી. તેમજ સંસ્થાનાં મેનેજીંગ ટ્રસ્ટી કરણ રાઠોડે સાંપ્રત સમયમાં આયુર્વેદનું મહત્વ તેમજ તેમની ઉપયોગીતા પર પોતાનાં વિચાર વ્યકત કર્યા.

(2:51 pm IST)