Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

૮ માર્ચઃ મહિલાઓને વિશેષ શુભેચ્છા પાઠવવાનો દિવસ

લેડીસ વોલેટ, લેડીસ પર્સ, રીસ્ટ વોચ, મગ, બેગ, સ્પેશ્યલ શોપીસ, ફેન્સી જવેલરી સહિત ઢગલાબંધ આઈટમોનો ખજાનો જોહર કાર્ડસમાં ઉપલબ્ધ

રાજકોટ,તા.૫: આજે ૨૧મી સદીમાં અને ખાસ કરીને કોરોનાકાળમાં દરેક ક્ષેત્રમાં પુરૂષોની સાથે સમોવડી બની પગભર રહીને મહિલાઓએ પોતાની આત્મનિર્ભરતા સાબિત કરી બતાવી છે. આ અંતર્ગત મહિલાઓનું સન્માન અને શુભેચ્છા પાઠવવાનો દિવસ આઠમી માર્ચ સોમવારના રોજ વિશ્વ મહિલા દિવસ વિશ્વભરમાં ઉજવણી થશે.

અહીં ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ જોહરકાર્ડસ વાળા યુસુફઅલી તથા હસનેનભાઈ તથા કાલાવડ રોડ, પ્રેમ મંદીરની લાઈનમાં, ગાર્ડન સામે આવેલ જોહર ગેલેરીવાળા જોહરભાઈએ વિશ્વ મહિલાની ગીફટ તથા કાર્ડસની માહિતી આપતા જણાવેલ કે અમારે ત્યા લેડીઝ વોલેટ, લેડીઝ પર્સ, રીસ્ટવોચ અલગ-અલગ મોડેલના તેમજ ફ્રેન્સી જવેલરીમાં હાફસેટ, કડા, બુટીયા, વીટી, કપલ વીટી, કપલ ઘડીયાળ સેટ, પરફયુમ, ગોગલ્સ, કીચેઈન વુમેનના લેડીઝ બેગ, સ્પે.વુમેનના શોપીસ, લેડીઝના સ્પે.મગ, પ્રર્સનલાઈઝ ફોટો તથા લખાણ વાળા ગીફટો આ ઉપરાંત સ્પે.વુમન ડેના ગ્રીટીંગ કાર્ડસ સરસ ડીઝાઈનો અને લખાણવાળા ચોકલેટ આપી આ દિવસની ઉજવણી થશે.

(2:50 pm IST)