Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

નવા થોરાળાના ૨૫ વર્ષના દિલીપ ખીમસુરીયાનું બેભાન હાલતમાં મોત

ત્રણ બહેનનો એક જ ભાઇ હતોઃ બીજા બનાવમાં પેડક રોડ નારાયણનગરના લાલજીભાઇનું પણ બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૫: નવા થોરાળા-૭માં રહેતો દિલીપ જયસુખભાઇ ખીમસુરીયા (ઉ.વ.૨૫) વહેલી સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ થોરાળા પોલીસને જાણ કરી હતી. દિલીપ ત્રણ બહેનનો એકનો એક ભાઇ હતો. તેના પિતા છુટક મજૂરી કરે છે. પોતે પણ છુટક કામ કરતો હતો. સવારે એકાએક બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ થયાનું પરિવારજનોએ કહ્યું હતું.

બીજા બનાવમાં પેડક રોડ પાણીના ઘોડા પાસે રહેતાં લાલજીભાઇ વશરામભાઇ મેમકીયા (ઉ.વ.૬૫) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(1:56 pm IST)