Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

દારૂની બાતમી આપ્‍યાનો ખાર રાખી માટેલના નારણભાઇને કારમાં ઉઠાવી જઇ ફટકાર્યા

માથકના મૈયાભાઇ સહિતનાએ મારકુટ કરી વિરપર રસ્‍તે ફેંકી દીધાઃ રાજકોટ દાખલ

રાજકોટ તા. ૫: વાંકાનેરના માટેલમાં રહેતાં નારણભાઇ છગનભાઇ ચાવડા (ઉ.વ.૫૦)ને નદી કાંઠેથી કારમાં ઉઠાવી જઇ પાઇપથી માર મારી વિરપરના રસ્‍તે ફેંકી દેવામાં આવતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

નારણભાઇ છુટક કામ કરે છે. તેના પુત્ર સંજયભાઇના કહેવા મુજબ અમારી વાડી પાસે માથકના શખ્‍સો દારૂ ગાળતાં હોઇ થોડા દિવસ પહેલા મારા બાપુજીએ પોલીસને જાણ કરી દરોડો પડાવ્‍યો હતો. આ બાબતનો ખાર રાખી મારા પિતાને કારમાં ઉઠાવી જઇ લોખંડના પાઇપથી માર મારી બાદમાં વિરપરના રસ્‍તે ફેંકી દેવાયા હતાં. માથકના મૈયાભાઇને મારા બાપુજી ઓળખે છે, તેની સાથે બીજા અજાણ્‍યા શખ્‍સો હતાં.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં આક્ષેપો અંગે તપાસ શરૂ થઇ છે.

(1:54 pm IST)