Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

રાવલ એકેડેમી દ્વારા રમતોત્સવ

 રાવલ્સ એકેડમી અને રાવલ્સ પ્રિ-સ્કુલના સંયુકત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શકિતઓ ઉજાગર થાય તેમજ શારીરીક કૌશલ્યને પ્રોત્સાહન મળે તેવા ઉમદા ઉદેશ્યથી 'રાવલ્સ રમતોત્સવ' યોજવામાં આવ્યો હતો. રમતોત્સવની શરૂઆત ગણપતિ મહારાજની સ્તુતિ કરી, શહિદોની વિરગાથા વર્ણવી સદ્દગતોને શ્રધ્ધાંજલી અપાઇ હતી. વંદે માતરમ અને ભારત માતાની જય બોલાવી ટી.એમ. રાવલના હસ્તે ત્રિરંગા ગુબ્બારા ગગનમાં છોડી રમતોત્સવ ખુલ્લો મુકાયો હતો. સ્પર્ધકોએ વિવિધ શાળાકીય રમતોમાં ઉત્સાહભેર ભાગ લઇ કૌશલ્ય પ્રદર્શિત કર્યુ હતુ. સમગ્ર રમતોત્સવને જીવંત બનાવવા પ્રિન્સીપાલ શ્રીમતી રેખાબેન રાવલે લાઇવ કોમન્ટ્રી રજુ કરી હતી. રેફરી તરીકે પ્રશાંત નકુમ, મનસુખ સાવલીયા, ફીઝીયો થેરાપીસ્ટ તરીકે મહેનદ્રસિંહ વર્માએ સેવા આપી હતી. તમામ વિજેતાઓને રાવલ્સ એકેડમીના ડાયરેકટર ટી. એમ. રાવલ, રમેશભાઇ ધકાણ, હરેશભાઇ ટી. રાવલ વગેરેના હસ્તે મેડલ, પ્રમાણપત્ર, ત્રિરંગા ખેસ અને ગીફટ આપી સન્માનીત કરાયા હતા. સમગ્ર રમતોત્સવને સફળ બનાવવા પોલીસ હેડકવાર્ટરના પી.આઇ. રસુલભાઇ મેસાણીયા, કૌશીકભાઇ હરસોડા, વિશાલ કોઠીયા, જેનિશભાઇ પટેલ, સનીભાઇ રૂઘાણી, હિતાર્થ રાવલ, હેત્વી રાવલ, સંજય પ્રજાપતિનો સહયોગ મળેલ.

(3:56 pm IST)