Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

પાઠક સ્કુલનો શાનદારવાર્ષિક રમતોત્સવ

 રાજકોટ OSEM પાઠક સ્કુલ, ૧૫૦ ફૂટ રીંગરોડ દ્વારા શાળાના વાર્ષિક રમતોત્સવ ૨૦૧૯ ની રેસકોર્ષના એથલેટીક ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી.આ રમતોત્સવમાં શાળાનાં બાલમંદિર થી ધોરણ ૧ થી ૯ તથા ધોરણ ૧૧ સુધીના તમામ વિદ્યાર્થી ભાઇ-બહેનોએ  અલગ અલગ રમતોમાં દેલદીલી અનેઉત્સાહપુર્વક ભાગ લઇને કાર્યક્રમને દિપાવેલ હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના પ્રમુખ ભવ્યદિપસિંહ જેઠવા તથા ટ્રસ્ટી દિલીપભાઇ પાઠકના હસ્તે કરવામાં આવેલ. આ  તકે હરિવંદના કોલેજના ચેરમેન સર્વેશ્વરભાઇ ચોૈહાણ ઉપસ્થિત રહી ભાગ લેનાર વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરેલ હતો. સમગ્ર કાર્યક્રમને  સફળ બનાવવા માટે શાળાના પી.ટી. શિક્ષકો તથા અન્ય શિક્ષકો અને કર્મચારીગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી

(3:28 pm IST)