Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષપદેથી પ્રો. મારવાણીયાને નહી હટાવાય તો સીન્ડીકેટની બેઠકમાં હલ્લાબોલ

અર્થશાસ્ત્ર ભવનના પ્રશ્ને યુથ કોંગ્રેસ અને NSUIનું આક્રમક વલણ

રાજકોટ તા. ૫ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પદેથી પ્રો. મારવાણીયાને હટાવી તેનો ચાર્જ કોઇ સીનીયર અધ્યાપકને આપવાની માંગ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ કરી રહ્યું છે છતાં કોઇ નિર્ણય ન થતાં આખરે સીન્ડીકેટની બેઠકમાં હલ્લાબોલ કરવાનો કાર્યક્રમ આપ્યો છે.

સેનેટર ભરતસિંહ જાડેજાએ એક યાદીમાં જણાવ્યું છે કે,  ઘણાસમયથી અર્થશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીની છેડતી બાબતે પ્રોફેસર રાકેશ જોશીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.એ સમયમાં HOD મારવાણીયાનો રાકેશ જોશીને છાવરવામાં ભૂમિકા હોય તે પ્રકરણમા કુલપતિ દ્વારા તેના કમિટીના રિપોર્ટ બાદ કુલપતિએ HODમાંથી મારવાણીયાનેઙ્ગ ફરજમાથી બરતરફ કરવામાં આવ્યા હતા છતા ઘણા સમય વીત્યા બાદ આજદિન સુધી અર્થશાસ્ત્ર ભવનમાં સિનિયર HODને નિમણુંક આપવાની વાતો કરવામાં આવી હતી છતા આજદિન સુધી નિમણુંક કરવામાં આવી નથી જો આનો નિર્ણંય તાત્કાલિક કરવામાં નહિ આવે તો તા.૮ શુક્રવારે સિન્ડિકેટની બેઠકમા યુથ કોંગ્રેસ અને NSUI દ્વવારા હલ્લાબોલ કરવામાં આવશે.

યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતસિંહ જાડેજા, NSUI જિલ્લા શહેર પ્રમુખ જયકિશન ઝાલા, યુથ કોંગ્રેસ શહેર પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, NSUI જિલ્લા શહેર ઉપપ્રમુખ રોહીત રાજપૂત, ઉપપ્રમુખ કરણ લાવડીયા, મયુરસિંહ પરમાર, યજ્ઞેશ દવે, અભિ તલાટીયા, ગૌતમભાઈ પટેલ, વિશ્વરાજ, પાર્થ ગઢવી, હર્ષ આશર, રાજદિપસિંહ ચુડાસમા તેમજ કાર્યકરોએ જણાવ્યું હતું.

(3:25 pm IST)