Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

જસદણની જમીન કૌભાંડમાં છ માસથી ફરાર વિપુલ આહીર રાજકોટમાંથી પકડાયો

યુનિવર્સિટી પોલીસે આહીર શખ્‍સને મુંજકામાંથી પકડી જસદણ પોલીસને સોંપ્‍યો

રાજકોટ તા. પ : શહેરના મવડી વિસ્‍તારમાં રહેતા પટેલ યુવાનની જસદણમાં આવેલી જમીન કૌભાંડમાં રાજકોટના આહીર શખ્‍સને યુનિવર્સિટી પોલીસે પકડી લીધો છ.ે

મળતી વિગત મુજબ મવડી વિસ્‍તારમાં રહેતા પટેલ યુવાનની જસદણમાં આવેલી ૧૪ વિઘા જમીન મુંજકાનો વિપુલ ઉર્ફે પુષ્‍પરાજ લોખીલે બોગસ દસ્‍તાવેજો બનાવી છેતરપીંડી આચરતા આ અંગે પટેલ યુવાને  છ માસ પહેલા જસદણમાં ફરીયાદ નોંધાઇ હતી.દરમ્‍યાન યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ.એમ.ડી.ચંદ્રાવાડીયા તથા પી. એસ.આઇ. એચ.બી.ગઢવી, એ. એસ. આઇ.કે.આર. કાનાબાર, બ્રિજરાજસિંહ ગોહિલ, રાજેશભાઇ મીયાત્રા સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે જસદણ પોલીસ મથકના ૪૦૬,૪ર૦, ૪૬૭, ૪૬૮,૪૭૧, ૧ર૦ (બી) કલમ મુજબના ગુન્‍હામાં છેલ્લા છ માસથી ફરાર વિપુલ લોખીલ મુંજકા ગામના ગેઇટ પાસે ઉભો હોવાની બાતમી મળતા પોલીસે મુંજકા ગામમાં રહેતો વિપુલ ઉર્ફે પુષ્‍પરાજ દેવાયતભાઇ લોખીલ (ઉ.૩૦) (આહીર)ને પકડી લઇ જસદણ પોલીસને સોપ્‍યો હતો.

 

(4:55 pm IST)