Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

જ્‍યોતિ સીએનસી અને રાજકોટ પોલીસ આયોજીત ૭મી ઓપન ગુજરાત ડે-નાઇટ ફૂટબોલમાં જુનાગઢની મહાવીર ટીમ ચેમ્‍પીયનઃ અમદાવાદ ઇન્‍કમટેક્‍સ રનર્સઅપ

સુરક્ષા સેતુ અંતર્ગત રાજકોટ સીટી પોલીસ અને જ્‍યોતિ સીએનસી દ્વારા આયોજીત સાતમી  ડે એન્‍ડ નાઇટ ફૂટબોલ ચેલેન્‍જ કપ-૨૦૧૮ ટુર્નામેન્‍ટ ૨૫/૨ના રોજ રેસકોર્ષ ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે શરૂ થઇ હતી. જેમાં રાજ્‍યભરમાંથી ૩૨ ટીમોએ ભાગ લીધો હતો. ગઇકાલે આ ટૂર્નામેન્‍ટના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે રમાયેલા ફાઇનલ મેચમાં ઇન્‍કમટેક્‍સ અમદાવાદ અને મહાવીર જુનાગઢ વચ્‍ચે ટક્કર થઇ હતી. રસાકસીના અંતે મહાવીર જુનાગઢ ટીમે ૧-૦થી મેચ જીતી ટૂર્નામેન્‍ટમાં ચેમ્‍પિયનશીપ હાંસલ કરી હતી. મહાવીર જુનાગઢના ધર્મેશ મેન ઓફ ધી મેચ જાહેર થયા હતાં. જ્‍યારે ઇન્‍કમટેક્‍સના રાહુલ ટેલેકર મેન ઓફ ધી સિરીઝ જાહેર થયા હતાં. વિજેતા રનર્સઅપ અને થર્ડ-ફોર્થ આવેલી ટીમોને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, કલેક્‍ટર શ્રી વિક્રાંત પાંડે, આર.એમ.સી. કમિશ્નર બંછાનિધી પાની, ઇન્‍કમટેક્‍સ કમિશ્નર વિનોદ પાંડે અને જ્‍યોતિ સીએનસીના મેનેજીંગ ડિરેક્‍ટર પરાક્રમસિંહ જાડેજાના હસ્‍તે શિલ્‍ડ અને પુરષ્‍કાર એનાયત કરવામાં આવ્‍યા હતાં. ત્રીજા અને ચોથા નંબરે રહેલી ટીમને ૫-૫ હજારના રોકડ પુરષ્‍કાર અને બેસ્‍ટ પ્‍લેયરને ૨ હજારનું રોકડ પુરષ્‍કાર તથા ટ્રોફી એનાયત કરાયા હતાં. રનર્સઅપ ટીમને ૩૫ હજાર રોકડા અને ટ્રોફી તથા ચેમ્‍પીયન ટીમને ૫૧ હજાર રોકડા અને ચેમ્‍પીયન ટ્રોફી એનાયત કરાયા હતાં. મેચમાં રેફરી તરીકે સેવા આપનાર ફૂટબોલ પ્રેમીઓને પણ ૩૫ હજારના પુરષ્‍કાર આપવામાં આવ્‍યા હતાં. અમદાવાદ, બરોડા, સુરત, નવસારી, દાહોદ, ગોધરા, અંકલેશ્વર, ગાંધીધામ, ભાવનગર, જામનગર, અમરેલી, જુનાગઢ, મોરબી, રાજકોટ રેલ્‍વે, વાયસીસી, એ.જી., સાગર માતા, વાયસીસી એફસી સહિતની ટીમોએ ભાગ લીધો હતો. તમામ ટીમોના ખેલાડીઓ માટે રહેવા જમવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. ટુર્નામેન્‍ટની સફળ બનાવવા રાજકોટ શહેર ટ્રાફિક શાખાના એસીપી શ્રી જે. કે. ઝાલા, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરશ્રીઓ, બી. કે. જાડેજા, રાજેશ ચોૈહાણ, રાજેશ મકવાણા, દિપક યશવંતે, મુકેશ પાલ તથા ટ્રાફિક બ્રિગેડ્‍સ ઉપરાંત ગુજરાત સ્‍ટેટ કોચ શ્રી ડિસોઝા, રોહિત બુંદેલા, જયેશભાઇ કનોજીયા, એ. જી. ઓફિસના શ્રેયશ ઠાકર, રાફેલ ડાભી, મુન્‍નાભાઇ બહુરાશી અને દિપક સાપરીયાએ જહેમત ઉઠાવી હતી.

 

નીરવ મોદી અને  મેહુલ ચોક્‍સીનો  મામલો કોંગ્રેસ સાથે સંકળાયેલઃ પીયુષ ગોયલ

આ સમસ્‍યા તેમના સમયમાં શરૂ થઈ હતી અને તે આ મામલે દેશને ભ્રમિત નહીં કરી શકે : કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલ

(4:53 pm IST)