Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

વન ડે - વન વોર્ડ

વોર્ડ નં. ૧માં ૧૪૦ વિસ્તારોમાં આરોગ્ય ઝુંબેશઃ સફાઇ - દવા છંટકાવ

પુષ્કર પટેલ, મનીષ રાડિયા, આશિષ વાગડિયા, ડો. દર્શિતાબેન સહિતના પદાધિકારીઓ સતત ખડેપગે રહ્યાઃ ૨૬ પ્લોટ, ૩ રાજમાર્ગો સહિતના વિસ્તારોમાંથી ગંદકીના ગંજ દૂર કરાયાઃ સ્વીપીંગ મશીન દ્વારા રજેરજની સફાઇ

રાજકોટ તા. ૫ : શહેરમાં જાહેર આરોગ્ય સુખાકારી માટે આજથી 'વન ડે - વન વોર્ડ' ઝુંબેશ હેઠળ સઘન સફાઇ અને દવા છંટકાવની ઝુંબેશાત્મક કાર્યવાહી શરૂ થઇ છે જે અંતર્ગત ૧૪૦ વિસ્તારોમાં સઘન સફાઇ કરવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન ચેરમેન આશિષભાઈ વાગડિયા સંયુકત યાદીમાં જણાવે છે કે, આપનું રાજકોટ સ્વચ્છ રાજકોટ સ્વસ્થ રાજકોટ રહે તેમજ હજુ હમણાજ મહાશિવરાત્રી, હોળી ધુળેટી જેવા તહેવારો પૂર્ણ થયેલ હોય તે ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'વન ડે વન વોર્ડ' સ્વચ્છતા તથા આરોગ્યલક્ષી ઝુંબેશ શહેરના તમામ વોર્ડમા યોજાય તેવું આયોજન.

'વન ડે વન વોર્ડ' સ્વચ્છતા તથા આરોગ્યલક્ષી ઝુંબેશ અંતર્ગત આજરોજ વોર્ડ નં.૧થી શુભારંભ કરવામાં આવેલ છે. જેમા બ્લોક વાઈઝ વોર્ડ નં.૧ના ચાર ભાગ કરવામાં આવેલ છે. જેમાં સુપરવાઈઝર તરીકે વિશાલભાઈ કાપડિયા ફરજ બજાવે છે. જે.સી.બી. રૂટ ગાયત્રી ડેરી સામેનો પ્લોટ, ગાંધીગ્રામ, જીવંતિકાનગર આંગણવાડી પાસેનો પ્લોટ, ગૌતમનગર શેરી નં.૧ નો પ્લોટ, ન્યુસન્સ પોઈન્ટ વેલનાથ ચોક, એરો દીવાલ ગોવિંદનગર પ્લોટ તથા સફાઈનો તમામ સોસાયટીઓમાં ગાંધીગ્રામ શેરી નં. ૧થી ૧૨, ગૌતમ નગર શેરી નં.૧ થી ૭, કષ્ટભંજનનગર સોસાયટી શેરી નં. ૧ થી ૭, જીવંતિકાનગર શેરી નં.૧ થી ૯, શાહનગર, શકિતનગર, ગોવિંદનગર, સત્યનારાયણનગર, સત્યનારાયણ પાર્ક સોસાયટી, એવીજ રીતે બ્લોક નં.૨ અક્ષરનગર ૫ પ્લોટ, અક્ષરનગર આંગણવાડી પાસે, આરસીકે પાર્ક સામે પ્લોટ, તથા બ્લોક નં.૩ મા સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેનો પ્લોટ, રૈયાગામ વિસ્તાર, નાણાવટી ચોક આવાસ પાસેનો પ્લોટ, તેમજ બ્લોક નં.૪મા શા સ્ત્રીનગર શાક માર્કેટ રોડ, હિંમતનગર રોડ થી ધાર સુધી, રૈયાધાર ચોક પાણીના ટાંકા પાસે સફાઈ કરવામાં આવેલ.

સાથો સાથ આરોગ્ય વિભાગની ૯ ટીમ દ્વારા ઉપાસના તમામ વિસ્તારોમાં પોરાનાશક કામગીરી, ઘરે ઘરે જઈ પાણીના ટાંકામા દવાઓ નાખવાની કામગીરી, મોટા અને ખુલ્લા પાણીના ટાંકામાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકવાની કામગીરી, આરોગ્ય વિભાગની મેલેરિયાની ૧૫ ટીમ દ્વારા દરેક ઘરમાં ફોગીંગ કરવાની કામગીરી, વાહન દ્વારા જાહેર રોડ તથા શેરીઓમાં ફોગીંગ કરવાની કામગીરી, આરોગ્યશિક્ષણ તથા આરોગ્ય માટે જનજાગૃતિ માટે પત્રિકા વિતરણની કામગીરી, આ કામગીરીમાં આરોગ્ય ચેરમેન શ્રી મનીષભાઈ રાડીયા, સિનીટેશન ચેરમેન શ્રી આશિષભાઈ વાગડિયા, આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ, બયોલોજીસ્ત વૈશાલીબેન રાઠોડ, મેલેરિયા ઇન્સ્પેકટરો ભરતભાઈ વ્યાસ, રીતેશભાઈ પારેખ અને દિલીપપદાન સહિતના અધિકારીઓ આ કામગીરીમાં સાથે હતા.

વોર્ડ નં.૧ મા આજ બપોર સુધીમાં આરોગ્ય તથા સેનિટેશનની થયેલ કામગીરીની વિગત નીચે મજબ છે. સફાઈ કરાવેલ લતા વિસ્તાર ૧૪૦, સફાઈ કરાવેલ મેઈન રોડ, રાજમાર્ગ ૩, મેલેથીઓન પાવડર છંટકાવ ૧૦, ચૂનો પાવડર છંટકાવ ૬૦, સફાઈ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટ ૨૬, ન્યુસન્સ સફાઈ પોઈન્ટ ૮, ટ્રેકટર ટ્રીપ ૮, અને ટીપર વન ટ્રીપ ૧૨, અને આજ બપોર પછી વોર્ડ નં.૧ના મેઈન રોડ પર સ્વીપીંગ મશીન દ્વારા સઘન સફાઈ કરવામાં આવશે.

આ સફાઈ ઝુંબેશ અને આરોગ્ય ઝુંબેશ કાર્યક્રમમાં ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, આરોગ્ય ચેરમેન મનીષભાઈ રાડીયા, સેનિટેશન ચેરમેન અને વોર્ડ નં.૧ના કોર્પોરેટર આશિષભાઈ વાગડિયા, ડ્રેનેજ કમિટીના ચેરમેન અને વોર્ડ નં.૧ના કોર્પોરેટર બાબુભાઈ આહીર, વોર્ડ નં.૧ના કોર્પોરેટર અંજનાબેન મોરજરીયા, વોર્ડના પ્રમુખ રસીકભાઈ બદ્રકીય, વોર્ડ મહામંત્રી કાનાભાઈ સથવારા, યુવા મોરચાના મંત્રી હિતેશભાઈ મારૂ, યુવા મોરચાના મંત્રી નાગજીભાઈ વરુ, તથા વિપુલભાઈ શુકલા, મહેન્દ્રસિંહ, યુવરાજસિંહ, તથા પર્યાવરણ ઈજનેર નીલેશભાઈ પરમાર, નાયબ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, વલ્લભભાઈ જીંજાળા ઉપસ્થિત રહેલ હતા.

(4:43 pm IST)