Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

તંત્રની બેદરકારી છતીઃ વોર્ડ નં.૧૦ના વિવિધ વિસ્તારમાં એક કલાક મોડુ પાણી વિતરણ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૦ના જલારામ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, શિવસંગમ સહિતના વિસ્તારમાં આજે સવારે ૧ કલાક પાણી મોડુ વિતરણ થતા દેકારો બોલી ગયો હતો. આ અંગે તંત્રના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં ર૦ થી ૩૦ મીનીટ મોડુ પાણી વિતરણ કરવામાં આવ્યુ હતુ. બાદ બીજા વિસ્તારમાં પાણી વિતરણ સમય મુજબ કરવામાં આવ્યુ હોવાનુ સત્તાવાર સુત્રો જણાવ્યુ હતુ.

(4:42 pm IST)