Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

બજેટમાં 'વિવાદ સે વિશ્વાસ' યોજનાનો લાભ લીધા જેવો : મુકેશભાઇ પટેલ

રાજકોટ : ચેમબર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, રાજકોટ એન્જીનિયરીંગ એસો. તથા રાજકોટ ટેક્ષ કન્સલ્ટન્ટ સોસાયટીના સંયુકત ઉપક્રમે યોજવામાં આવેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧ અંગે જાણીતા કરવેરા સલાહકાર મુકેશભાઇ પટેલના વકતવ્યના કાર્યક્રમમાં અંદાજપત્રની જોગવાઇઓ અને અસરો અંગે વિષદ્દ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બજેટ વિશ્લેષણ કરતા મુકેશભાઇએ જણાવેલ કે નવા કાયદામાં કરદાતા જોડાશે તો ધંધાની આવક ધરાવનાર રીટર્ન ફાઇલ કરતી વખતે ઇન્કમટેક્ષની સ્કિમ માત્ર એક જ વખત બદલી શકશે. ત્યાર બાદ બદલી શકશે નહીં, પરંતુ પગારદાર વર્ગ અથવા ખેતી આવક ધરાવનાર રીટર્ન ફાઇલ કરતી વખતે ઇન્કમટેક્ષની સ્કિમ બદલી શકશે. 'વિવાદ સે વિશ્વાસ' યોજનાનો લાભ ખાસ લીધા જેવો છે. એનઆરઆઇ ઇન્વેસ્ટમેન્ટ અને એનઆરઆઇ કેટેગરી માટે બજેટમાં જે સુધારા આવેલ છે તે બાબતે પણ માર્ગદર્શન અપાયુ હતુ. બહોળી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓ તરફથી બજેટ સંદર્ભે પુછાયેલ પ્રશ્નોના જવાબો પણ મુકેશભાઇએ આપ્યા હતા. અંતમાં આભારવિધિ રાજકોટ એન્જી. એસો.ના પ્રમુખ પરેશભાઇ વસાણીએ કરેલ.

(3:32 pm IST)