Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ચિત્રકુટધામ એપાર્ટમેન્ટમાં પાણી ઢોળવા પ્રશ્ને સોનલબેન પટેલ પર પાડોશીનો હુમલો

ઉપરના ફલેટમાં રહેતી કિંજલ તેનો પતિ વિવેક, સુમી તથા કિંજલના ભાઇના ત્રાસથી કંટાળી પટેલ માહિલાએ ઝેરી દવા પી લીધી : ફરીયાદ

રાજકોટ તા ૫ : કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાછળ ચિત્રકુટધામ એપાર્ટમેન્ટમાં પાણી ઢોળવા બાબતે માથાકુટનો ખાર રાખી પટેલ મહિલાને ઉપરના  ફલેટમાં  રહેતી પટેલ મહીલા સહિત ચાર શખ્સોએ માર મારી ધમકી આપતા  મહિલાએ ઝેરી દવા પી  લેતા ફરીયાદ થઇ છે.

મળતી  વિગત મુજબ કાલાવડ રોડ પર ક્રિસ્ટલ  મોલ  પાછળ   ચિત્રકુટધામ  એપાર્ટમેન્ટ બી-બ્લોક નં.૧૦૪ માં રહેતા સોનલબેન રાજેશભાઇ વાછાણી (ઉ.વ.૪૩) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમા ંતેના ઉપરના ફલેટમાં રહેતી અને નીચેના ફલેટમાં બ્યુટી પાર્લર ચલાવતી કિંજલ પટેલ તેનો પતિ વિવેક પટેલ તથા સુમી અને  કિંજલનો ભાઇના નામ આપ્યા છે. સોનલબેને ફરીયાદમાં જણાવ્યું છે કે, કિંજલ પોતાના ઉપરના ફલેટમાં રહે છે. અને  નીચેના ફલેટમાં બ્યુટીપાર્લર ચલાવે છે, તે  ઉપરના ફલેટમાંથી અવારનવાર પાણી  ઢોળતા તેને પાણી ઢોળવાની ના પાડતા  અગાઉ  બંને વચ્ચે  માથાકુટ થઇ હતી. જે બાબતનો ખાર રાખી ગઇકાલે પોતે ઘર ેહતા ત્યારે કિંજલ, તેનો પતિ વિવેક તથા સુમી અને  કિંજલનો ભાઇ આવી અને  પતિ રાજેશભાઇને તથા પુત્ર સાથે ઝઘડો કરી, ગાળો આપી સ્ટમ્પ વડે મારમાર્યો હતો, અન ેજાનથી મારી નાખવાની ધમકી આપી  ભાગી ગયા હતા. બાદ  ચારેયના ત્રાસથી કંટાળી સોનલબેને કઠોળમાં નાખવાની દવા પી લીધી હતી. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના  એ.એસ.આઇ. હરદેવસિંહ અને રાઇટર ભગીરથસિંહે સોનલબેન પટેલની  ફરીયાદ  દાખલ કરી, જેની તપાસ હેડ કોન્સ. એસ.એસ. ગોસાઇ  ચલાવી રહ્યા છે.

(3:37 pm IST)